Site icon

Stock Market Scam Mumbai: મલેશિયન એમ્બેસીના ઓફિસર સાથે ₹૭૯ લાખની છેતરપિંડી: શેરબજારમાં રોકાણના નામે ખેલ ખેલાયો; કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ..

Stock Market Scam Mumbai: શરૂઆતમાં વળતર આપીને જીત્યો ભરોસો: છેવટે ‘પ્રોસેસિંગ ફી’ ના નામે વધુ ૧૮ લાખ માંગતા ભાંડો ફૂટ્યો; ઈસ્ટર્ન રિજન સાયબર સેલે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

Malaysian Embassy official duped of ₹79 Lakhs in stock market investment scam; Cyber police registers FIR against 10 unidentified persons.

Malaysian Embassy official duped of ₹79 Lakhs in stock market investment scam; Cyber police registers FIR against 10 unidentified persons.

News Continuous Bureau | Mumbai

મુંબઈના કાંજુરમાર્ગમાં રહેતા અને મલેશિયન એમ્બેસીમાં ફરજ બજાવતા ૪૧ વર્ષીય અધિકારી સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ ગયા છે. શેરબજારમાં રોકાણ પર અનેકગણું વળતર મેળવવાની લાલચમાં તેમણે પોતાની જિંદગીની જમાપુંજી સમાન ₹૭૮.૮૫ લાખ ગુમાવ્યા છે. સાયબર પોલીસે આ મામલે ૧૦ અજ્ઞાત લોકો વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત એક વોટ્સએપ ગ્રુપથી થઈ હતી, જેમાં અધિકારીને તેમની પરવાનગી વગર ઉમેરવામાં આવ્યા હતા. ગ્રુપમાં રોકાણકારોના નફાના સ્ક્રીનશોટ બતાવીને તેમને પ્રભાવિત કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

કેવી રીતે ખેલાયો છેતરપિંડીનો ખેલ?

સાયબર ઠગોએ અધિકારીનો વિશ્વાસ જીતવા માટે ‘હની ટ્રેપ’ જેવી જ આર્થિક જાળ બિછાવી હતી:
પ્રથમ તબક્કો: અધિકારીએ શરૂઆતમાં નાની રકમનું રોકાણ કર્યું, જેના બદલામાં તેમને ₹૧.૬૯ લાખનું પ્રોફિટ ખરેખર આપવામાં આવ્યું. આનાથી સ્કીમ સાચી હોવાનો ભરોસો બેઠો.
બીજો તબક્કો: ભરોસો બેસતા જ ઠગોએ તેમને મોટી રકમ રોકવા માટે દબાણ કર્યું. અધિકારીએ દોઢ વર્ષ દરમિયાન કુલ ૧૮ બેંક ખાતાઓમાં ₹૭૮.૮૫ લાખ જમા કરાવ્યા.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન 

ત્રીજો તબક્કો: જ્યારે અધિકારીએ આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે વધુ ₹૧૮ લાખની માંગણી કરી. આખરે જ્યારે કોઈ રકમ પરત ન મળી અને ઠગોએ સંપર્ક તોડી નાખ્યો, ત્યારે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો.

આઘાત અને પોલીસ કાર્યવાહી

આટલી મોટી રકમ ગુમાવ્યા બાદ અધિકારી ઊંડા માનસિક તણાવમાં આવી ગયા હતા. સામાજિક પ્રતિષ્ઠા અને બદનામીના ડરથી તેમણે શરૂઆતમાં પોલીસ પાસે જવાનું ટાળ્યું હતું. જોકે, બેંક અધિકારીઓના સમજાવ્યા બાદ તેમણે હિંમત કરી સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. ઇસ્ટર્ન રિજન સાયબર સેલે આ મામલે એફઆઈઆર (FIR) નોંધીને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તેની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version