ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઓગસ્ટ. 2021
સોમવાર.
મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધે ચેઈન હેઠળ મુંબઈ સહિત રાજયના મોલ ખુલ્લા મુકવાની મંજૂરી આપી હતી. જોકે વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારીની શરતને કારણે મોટાભાગના મોલ ખુલવાના બે દિવસમાં જ ફરી બંધ થઈ ગયા હતા. જોકે મુંબઈના અમુક મોલ આંશિક કર્મચારીઓ સાથે ફરી ખુલ્લા છે. જોકે મોલના સંચાલકો તેનાથી એટલા ખુશ નથી.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે 15મી ઓગસ્ટથી તમામ મોલ ખુલ્લા મુકવાની મંજૂરી આપી હતી. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનના બંને ડોઝ લીધેલા કર્મચારીઓને જ મોલમાં કામ કરવાની છૂટ આપી હતી. બંને ડોઝ લીધેલા લોકોની સંખ્યા નહીંવત હોવાથી બે દિવસમાં તમામ મોલ પાછા બંધ થઈ ગયા હતા. હવે જોકે લગભગ અઠવાડિયા બાદ મોટાભાગના મોલ ફરી ખુલી ગયા છે. જોકે મોલમાં માત્ર 15થી 20 ટકા જ દુકાનો ખુલી છે.
ફેડરેશન ઓફ રિટેલ ડ્રેડર્સ વેલફેર અસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યું હતું કે મુંબઈના ઘાટકોપરમાં આવેલો આર-સીટી, લોઅર પરેલમાં આવેલો એચએસપી, માર્કેટ સીટી, ગ્રોવેલ્સ અને ઈન ઓર્બિટ જેવા મોલ ફરી ખુલી ગયા છે. જોકે મોટાભાગન મોલમાં માંડ 15થી 20 ટકા દુકાનો જ ખુલ્લી છે. દુકાનમાં મોટાભાગનો સ્ટાફ 45થી ઉપરનો છે, જેમના બંને ડોઝ થઈ ગયા છે. 18થી 44 વર્ષના બહુ ઓછા કર્મચારીઓ જે, જેમના બંને ડોઝ થઈ ગયા છે, તેથી તાત્પૂરતું જેટલા કર્મચારીઓના બંને ડોઝ થયા છે. તેમની સાથે મોલની દુકાનો ખુલી ગયા છે. પરંતુ કર્મચારી ઓછા હોવાથી દુકાનોમાં તકલીફ થઈ રહી છે. સામાન્ય રીતે મોલમાં 18થી 40 વર્ષના જ યુવકો જ કામ કરતા હોય છે. વેક્સિનના અભાવે આ એજ ગ્રુપના મોટાભાગના લોકોના ફકત એક જ ડોઝ થયા છે. તેથી તમામ લોકોના વેક્સિનેશન થયા બાદ મોલની તમામ દુકાનો ખુલવામાં હજી થોડો સમય જવાની શકયતા છે.