મલાડના માલવણી વિસ્તારમાં નાળા ની દિવાલ ન બાંધવાને કારણે એક વ્યક્તિ બાઇક સહિત નાળા માં પડી ગઈ. જુઓ ચોંકાવનારો વીડિયો..

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મુંબઈના મલાડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં માલવણી ક્રમાંક છ પાસે મુંબઈ મહાનગરપાલિકાએ જે નાળું બનાવ્યું છે તેની દિવાલ ખુલ્લી રહી જવા પામી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસા નો કચરો બહાર કાઢવા માટે આ દીવાલ ખુલ્લી રાખવામાં આવી હતી. પરંતુ શુક્રવારે રાત્રે અહીં એક દુર્ઘટના સર્જાઈ. બાઇક ઉપર પસાર થઇ રહેલો એક સ્થાનિક યુવક બાઇક સહિત નાળામાં પડી ગયો. જોકે આ ઘટના સમયે અનેક લોકો ત્યાં મોજૂદ હોવાને કારણે તે વ્યક્તિને બાઈક સહિત બહાર કાઢી લેવામાં આવ્યો જેને કારણે તેના પ્રાણ બચી ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જુઓ વિડિયો.

આ સમાચાર પણ વાંચો : જાણો સેન્ટ્રલ રેલવેના એવા ટી.સી. વિશે જેણે રેલવેને એક વર્ષમાં,એક કરોડ રૂપિયા કમાવી આપ્યા.ચારે તરફ વાહવાહી થઈ રહી છે.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More