Site icon

આ શું? મુંબઈ મહાનગર પાલિકા સાથે થઈ લગભગ ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી; બીએમસીના કર્મચારીનો સ્વાંગ રચી એક વ્યક્તિએ ૨૪ વર્ષ સુધી પગાર લીધો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

બીએમસીએ ગુરુવારે એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેણે તેના કર્મચારીના ઓળખપત્રોની ચોરી કરી, પોતાની ઓળખ તે વ્યક્તિ તરીકે રજૂ કરી અને 24 વર્ષ સુધી પગાર લીધો હતો. પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, બીએમસીએ આંતરિક તપાસ હાથ ધરીને સ્વાંગ રચી આ છેતરપિંડી કરનાર સામે કેસ નોંધાવ્યો હતો અને બીએમસી સાથે 43.31 લાખ રૂપિયાની ઠગાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

બંને કર્મચારીઓનું નામ, જન્મ તારીખ અને સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર સમાન હતું. અસલી કર્મચારી, સોપાન મારુતિ સાબળે – એફ સાઉથના વોર્ડમાં મકાન મુકાદમ તરીકે નોકરી કરે છે, તે 1989માં BMC માં જોડાયો હતો. સ્વાંગ રચના આ વ્યક્તિ 1993માં મજૂર તરીકે બીએમસીમાં જોડાયો હતો અને ભાયખલામાં BMCના વોટર ડીપાર્ટમેન્ટમાં માળી તરીકે કામ કરતો હતો.

વર્ષ 2017ની શરૂઆતમાં, કોઈએ જોયું કે શાળાનું નામ, ઉત્તીર્ણ વર્ષ અને બીજી તમામ વિગતો દસ્તાવેજોમાં બંને કર્મચારીઓ માટે સમાન હતી. અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને બંનેને તેઓની ભરતી વખતે સબમિટ કરાયેલા મૂળ જાતિના પ્રમાણપત્રો સોંપવા કહેવામાં આવ્યું હતું.

દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે CETનું રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ વિગત અહીં

બંને શખ્સને નોટિસ ફટકારતાં જ 1989માં ભરતી થયેલા વ્યક્તિએ તેના અસલ દસ્તાવેજો સબમિટ કર્યા. જોકે, માળીએ કામ પર આવવાનું જ બંધ કર્યું હતું. માર્ચ 2017માં બીએમસીએ માળીને શોકઝ નોટિસ ફટકારી અને તેને કામ પર આવવા સૂચના આપી.

પરંતુ આ નોટિસ પુણેમાં મુકાદમના મકાનના સુધી પહોંચી હતી. જ્યારે મુકાદમેં ફિસમાં જઈ અને પૂછપરછ કરી, ત્યારે બીએમસી અધિકારીઓને સમજાયું હતું કે આ વેશપલટાનો મામલો છે. ત્યારબાદ અધિકારીઓએ તપાસ શરૂ કરી, જે 2021ની શરૂઆત સુધી ચાલતી હતી. હવે આ મામલે ગુનો નોંધાયો છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version