Site icon

લો બોલો!! માત્ર 42 વર્ષમાં આ ચોરટાએ જેલ જવામાં પણ હાફ સેન્ચુરી કરી.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai.

Join Our WhatsApp Community

તાજેતરમાં મુંબઈના અગ્રીપાડા પોલીસ સ્ટેશને પકડેલા 42 વર્ષના ચોરટાએ જેલમાં જવા પણ હાફ સેન્ચ્યુરી કરી નાખી છે. લોકોને ઠગનારા આ ચોરટો હાલમાં જ જેલમાંથી છૂટ્યો હતો અને ફરી એક વખત છેતરપિંડી કરવાના ગુના હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.

પોલીસના જણાવ્યા મુજબ 42 વર્ષનો આરોપીને છેતરપીંડીના આરોપ હેઠળ પકડવામાં આવ્યો છે. હજી બે માર્ચના જ તેને તલોજાની જેલથી બહાર આવ્યો હતો અને એ સાથે જ લોકોને ઠગવાનું કામ ચાલુ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : પથ્થરબાજોના નિશાના પર હવે એસી લોકલ, પ્રવાસીઓનો જીવ જોખમમાં, એક પથ્થરથી રેલવેને પડે છે 10,000રૂ.નો ફટકો.. જાણો વિગતે

વ્યવસાયે રીયલ એસ્ટેટ એજન્ટ રહેલા 56 વર્ષા ફરિયાદીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તે ભાયખલા રેલવે સ્ટેશનથી મદનપુરામાં જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેને રોકીને તેની વાતમાં ફોસલાવ્યો હતો અને સોનાની ચેન જોવાને બહાને તેની ચેન ચોરીને ભાગી છૂટ્યો હતો. પોલીસમાં થયેલી ફરિયાદ બાદ પોલીસે ટીમ બનાવીને તેને પકડી પાડ્યો હતો.

આરોપીને પકડવા પોલીસે 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળી કાઢ્યા હતા અને તેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેણે પોલીસ સમક્ષ સુધરવાનું વચન આપ્યું હતું. જો ફક્ત 42 વર્ષની ઉંમરમાં 50 વખત જેલમાં જઈ આવેલો આરોપી સુધરે એમ નથી એવું પોલીસે કહ્યું હતું.

Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Bandra Terminus Drug Bust: બાંદ્રા ટર્મિનસ પર હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: અવધ એક્સપ્રેસમાંથી ₹૧૩.૮૩ કરોડનું ચરસ ઝડપાયું; પોલીસને જોઈ પેડલર ફરાર.
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
Yogesh Verma BJP: માલાડમાં ‘ડીપ ક્લીનિંગ’ અભિયાનથી બદલાઈ તસવીર, અતિક્રમણ દૂર થયા બાદ શરૂ થઈ સઘન સફાઈ
Exit mobile version