ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં યોજાયેલા એક લગ્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે શાર્દુલ અને તનુજા લગ્નગ્રંથીએ બંધાયા. પરંતુ લગ્ન દરમિયાન શાર્દુલ એ તનુજાને જ્યારે મંગળસૂત્ર પહેરાવ્યું ત્યારે જવાબમાં તનુજા એ પણ શાર્દુલ ને મંગળસૂત્ર પહેરાવ્યું. આમ પતિ અને પત્ની બંને જણાએ એકબીજાને મંગળસૂત્ર પહેરાવ્યું. જ્યારે આ સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા ત્યારે લોકો મહેણા મારવા માંડ્યા. જો કે આ સંદર્ભે શાર્દુલ નું સ્પષ્ટ રીતે માનવું છે કે તેને તનુજા ગમે છે અને લગ્ન થી પહેલા બન્ને એકબીજાને મળ્યા હતા ત્યારે નક્કી કર્યું હતું કે સમાનતા તેમના લગ્નજીવનનો પાયો હશે. એટલે બંને વ્યક્તિઓ એકમેકને મંગળસૂત્ર પહેરાવશે.
મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.
આ મુંબઈ શહેરમાં એવા લગ્ન નું આયોજન થયું જેમાં સમાનતા દેખાઇ પરંતુ સમાજ ને તેમાં ભારોભાર અસમાનતા દેખાય છે.