News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈની લોકસભા સીટ થી કઈ પાર્ટી ચૂંટણી લડશે અને કયો ઉમેદવાર હશે તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે પરંતુ હવે સ્પષ્ટતા આવી રહી છે. દક્ષિણ મુંબઈની સીટ ( Lok Sabha seat ) થી ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ ચૂંટણી લડશે.
Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી કોણ હશે ઉમેદવાર?
દક્ષિણ મુંબઈથી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) અથવા રાહુલ નાર્વેકર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે. આ બંને ઉમેદવારોને જણાવી દેવાયું છે કે તેઓ દક્ષિણ મુંબઈથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને શેર કરી એક તસવીર, ફોટો જોઈ ચાહકો થઇ ગયા ખુશ
Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી અરવિંદ સાવંત મેદાનમાં.
દક્ષિણ મુંબઈથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી અરવિંદ સાવંત મેદાનમાં છે. તેમણે પોતાનું ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ આ સીટ પરથી એકનાથ શિંદે ની પાર્ટી કે પછી ભારતીય જનતા પાર્ટી ( BJP ) નો કેન્ડિડેડ ચૂંટણી લડશે તે સંદર્ભે સ્પષ્ટતા નહોતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ મિલિંદ દેવરાને રાજ્યસભા ના સાંસદ બનાવી દીધા. હવે આ સીટ પૂરી રીતે ખાલી છે. આથી અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ નાર્વેકર ( Rahul Narvekar ) અથવા મંગલ પ્રભાત લોઢા ચૂંટણી લડશે.