ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્ર માં મરાઠા સમાજ હવે 'મરાઠા અનામત' મુદ્દે આક્રમક ભૂમિકામાં આવ્યો છે. મરાઠા સમાજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપી છે કે મુખ્યમંત્રીએ 5 ઓક્ટોબર સુધીમાં મરાઠા અનામત અંગેની તેમની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે. અન્યથા 6 ઓક્ટોબરે તેમના નિવાસસ્થાન માતોશ્રીની બહાર મરાઠા સમાજનો મોરચો કાઢશે.
મરાઠા સમાજ સંકલન સમિતિની કોલ્હાપુમાં બેઠક મળી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પત્રકારોને સંબોધન કરતાં સમિતિના અધિકારી આબા પાટીલે આ અંગે માહિતી આપી કે મરાઠા અનામત સ્થગીત કર્યા બાદ મરાઠા યુવાનોએ ભારે હાલાકી ભોગવી છે. આ વિષય વિશે કોઈ નક્કર અને યોગ્ય કંઈ થઈ રહ્યું નથી. જેના કારણે સમાજના યુવાનો મૂંઝવણ અને અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી, પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે મુખ્યમંત્રીએ મરાઠા સમુદાય સાથે વાત કરવી જોઈએ. મુખ્યમંત્રીએ મંગળવાર સુધી આ મામલે નિર્ણય લેવો જ પડશે એમ પણ આબા પાટીલે જણાવ્યું હતુ.
આબા પાટિલે એમપીએસસી પરીક્ષાની તારીખ આગળ લઈ જવાની પણ માંગ કરી છે. અન્યથા પરીક્ષા કેન્દ્રો પર તોડફોડ કરવામાં આવશે. અનામતના મુદ્દે જ મહારાષ્ટ્ર સમાજના વિદ્યાર્થી વિવેક રહાડેએ આત્મહત્યા કરી છે. સરકારે આ બલિદાનનું સન્માન કરવું જોઈએ અને મરાઠા સમાજના વિદ્યાર્થીઓનું બગાડ થતાં બચાવી લેવું જોઈએ. એમ પણ તેમનું કહેવું છે..
ઉલ્લેખનીય છે કે મરાઠા સંકલન સમિતિએ 10 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. જો કે, આ બંધ શાંતિ પૂર્ણ કરશે અને મરાઠા સંઘર્ષ સમિતિએ પણ વિનંતી કરી છે કે આ બંધમાં કોઈએ હિંસા કરવી નહીં. આ બંધ દરમિયાન અનેક સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરશે.