Site icon

માસ્ક ફરજિયાત અને દંડ વસૂલી કયા કાયદા હેઠળ કરી- જવાબ આપો- હાઈકોર્ટે BMCને આપ્યો આટલા  સપ્તાહનો સમય

News Continuous Bureau | Mumbai

કોરોના(Corona) નિયંત્રણમા લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કયા કાયદા હેઠળ મુંબઈમાં માસ્ક ફરજિયાત(Mask mandatory) કર્યો અને દંડ વસૂલી કરી? એવો સવાલ બોમ્બે હાઈ કોર્ટે (Bombay High Court) કર્યો છે અને BMC ને બે અઠવાડિયામાં આ સવાલનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના કાળમાં કરેલી દંડ વસૂલીના પૈસા પાછા કરવા, આ માગણી સાથે હાઇકોર્ટમાં બે અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટે આ આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે આ બેલ મૂઝે માર- શિંદે ગ્રુપે હવે સાથી પક્ષને જ આપ્યો જોરદાર ઝટકો- મુંબઈમાં  આટલા પદાધિકારીઓ જોડાયા શિંદે ગ્રુપમાં

કોરોના વેક્સીન(Corona vaccine) ઉપલબ્ધ થાય તે પહેલા જ કોરોના નિયંત્રણ(Corona control) માટે મુંબઈ સહિત દેશભરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું. માસ્ક વગર ફરનારા સામે દંડાત્મક પગલાં લેવાનો આદેશ કેન્દ્ર સરકારે(Central Govt) આપ્યો હતો. તે મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને(local self-government bodies) તમામ કાયદેસર અધિકાર આપવામાં આવ્યા હતા. આ અધિકાર હેઠળ BMC એ માસ્ક ફરજિયાત અને દંડાત્મક કાર્યવાહી કરી હતી. જોકે આ કાર્યવાહી સામે અનેક લોકોએ વિરોધ કર્યો હતો. તે બાબતે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોરોના મહામારી રોકવા માટે  પાલિકાએ કયા નિર્દેશ જાહેર કર્યા હતા તેની માહિતી આપો. કોરોના નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ લીધેલા પગલા જો યોગ્ય હશે તો કોર્ટમાં તેનું માથું મારવું યોગ્ય કહેવાશે નહીં. પરંતુ તે બાબતે બે અઠવાડિયામાં માહિતી આપો એવું કોર્ટે કહ્યું હતું.
 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version