ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 એપ્રિલ 2021.
બુધવાર.
કોરોના સંકટમાં મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. આજે સવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા શહેરમાં આવેલી પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ લાગી હતી.આ આગમાં એક વરિષ્ઠ નાગરિક સહિત ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા.
થાણે પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાંથી 20થી વધુ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા આઠ ફાયર ટેન્ડર આગ બુઝાવવામાં રોકાયેલા હતા. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને આ દુર્ઘટના આ અંગે જાણ કરાઇ હતી, ત્યારે તેમણે દરેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
ભારત ના આ સુપ્રસિદ્ધ પર્યટન રાજ્યમાં અઠવાડિયા નું લોક ડાઉન લાગ્યું.
ઉલ્લેખનીય છે કે, આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પોલીસ અને તબીબી અધિકારીઓ પણ સામેલ હશે.