Site icon

Maulana Salman Azhari: ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીની ગુજરાત પોલીસે કરી ધરપકડ, સમર્થકોએ મચાવ્યો હંગામો; જુઓ વિડીયો..

Maulana Salman Azhari: થોડા દિવસો પહેલા જૂનાગઢમાં આપેલા તેમના ભાષણ બાદ ગુજરાત પોલીસે મુસ્લિમ મૌલાના અને અન્ય બે લોકો સામે FIR નોંધી હતી. આ મામલે હવે રવિવારે સાંજે મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરવામાં આવી હતી.

Maulana Salman Azhari, who gave a provocative speech, was arrested by the Gujarat Police from Mumbai.

Maulana Salman Azhari, who gave a provocative speech, was arrested by the Gujarat Police from Mumbai.

News Continuous Bureau | Mumbai 

Maulana Salman Azhari: મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં ( Junagadh ) ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. હવે આ કેસમાં ગુજરાત ATSએ સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી છે. સલમાન અઝહરી પર પોતાના નિવેદનો દ્વારા નફરત ફેલાવવાનો અને લોકોની ભાવનાઓને ઉશ્કેરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે સાંજે ગુજરાત ATSએ ( Gujarat ATS ) મુંબઈ પોલીસની ( Mumbai Police ) મદદથી સલમાન અઝહરીને તેના ઘરેથી અટકાયતમાં લીધો હતો.

Join Our WhatsApp Community

ગુજરાત ATS ઘણા સમયથી અઝહરીને શોધી રહી હતી. ધરપકડ બાદ મૌલાના અઝહરીના સમર્થકો રસ્તા પર આવી ગયા હતા અને ઘાટકોપર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. મૌલાનાના સમર્થકોએ તેમની તાત્કાલિક મુક્તિની માંગ પણ શરૂ કરી હતી. જે બાદ મોડી રાત્રે પોલીસે આ ભીડને પોલીસ સ્ટેશનની બહારથી હટાવી હતી. DCP એ અઝહરીની ધરપકડ પર કહ્યું, “મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા હાલ અમારો કાબુમાં છે. તેથી ઘાટકોપર વિસ્તારમાં પણ શાંતિ છે. કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરો. હું મુંબઈના લોકોને કહેવા માંગુ છું કે પોલીસ તેમના માટે સતત કાર્યરત છે.

  31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ ( Provocative speech)  આપવાનો આરોપ..

ધરપકડ બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ પોતાના સમર્થકોને વિરોધ ન કરવા વિનંતી કરી હતી. અઝહરીએ કહ્યું હતું કે, ન તો હું ગુનેગાર છું અને ન તો મને અહીં કોઈ ગુનો કરવાના આરોપસર લાવવામાં આવ્યો છે. પોલીસ કેટલીક મહત્વપૂર્ણ તપાસ કરી રહી છે અને હું પણ તેમને સહકાર આપી રહ્યો છું. જો મારા નસીબમાં ધરપકડ જ લખાઈ છે. તો હું કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છું.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir: રામ મંદિરમાં રામલલાના દર્શન માટે અયોધ્યા જતા પહેલા વાંચો આ મહત્ત્વની વાતો.. પાર્કિંગથી લઈને મંદિરમાં દર્શન સુધી શું છે નિયમો..

મિડીયા સાથે વાત કરતા મૌલાનાના વકીલે કહ્યું કે મુફ્તી સલમાન તપાસમાં સહકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વાસ્તવમાં, મૌલાના પર 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મુફ્તી સલમાન, ઈવેન્ટ આયોજકો અને તેના એક સાથી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ FIR નોંધી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Exit mobile version