ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
ફિલ્મ ડાયરેકટર અને પ્રોડ્યુસર કરણ જોહરની પાર્ટીમાં મહાવિકાસ આઘાડીનો એક પ્રધાન પણ હાજર હતો એવો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો હતો, તેને કારણે ખળભળાટ મચી ગયો હતો. હવે રહી રહીને મુબઈનાં મેયર અને શિવસેનાના સ્પોક પર્સન કિશોરી પેડણેકર પક્ષના બચાવમાં આગળ આવ્યા છે અને આ પાર્ટીમાં કયો મંત્રી હાજર હતો તે પૂરવાર કરો એવી ચેલેન્જ ભાજપને કરી છે.
આ પાર્ટીમાં કયો મંત્રી હતો તે પૂરવાર કરો અથવા માફી માગો એવી પડકાર મેયરે કર્યો છે. ખોટા આરોપ કરીને મુંબઈગરાને ભાજપ ગેરમાર્ગે દોરી રહી છે એવો દાવો પણ મેયરે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે કરણ જોહરની પાર્ટીમાં હાજર રહ્યા બાદ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર સહિત અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ પ્રકરણ બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ હતી અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીને લઈને હવે અનેક પ્રતિબંધો આવી ગયા છે.
વધતા સીએનજીના ભાવને પગલે રીક્ષા-ટેક્સીવાળાએ કરી દીધી આ માગણી; જાણો વિગત