ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
ઈમાનદાર સરકારી કર્મચારીઓ મરી પરવાર્યા નથી એનું એક તાજુ ઉદાહરણ બે દિવસ અગાઉ જોવા મળ્યું હતું. મયુર શેળકે નામના રેલવે કર્મચારીએ રેલવે ટ્રેક પર કૂદકો મારીને એક નાની બાળકી ને અકસ્માતથી બચાવી હતી. તેણે જે બહાદુરીનું કામ કર્યું હતું તે બદલ તેનું તમામ સ્તર પર અભિવાદન થયું હતું.
તેના આ બહાદુરી ભર્યા કામ બદલ તેને 50,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. હવે મયુરે એક વધુ બહાદુરીનું કામ કર્યું છે. મયુર ને જેટલા પૈસા ઇનામ રૂપે મળ્યા હતા તેમાંથી ૫૦ ટકા રકમ તેણે તે નાની બાળકી અને તેની માતાને આપી દીધા છે. તેણે જણાવ્યું કે આ સમય લોકોની મદદ કરવાનો છે પૈસા વીણવાનો નહીં. આ ઉપરાંત તેણે લોકોને રિક્વેસ્ટ કરી હતી કે તેને ઇનામની રકમ આપવાના સ્થાને કોઈ ગરજુ માણસ ને પૈસા આપવામાં આવે.
પાવનધામ કોરોના સેન્ટર મામલે જોરદાર રાજકારણ : ધરણા કર્યા ગોપાલ શેટ્ટીએ અને ઉદ્ઘાટન કર્યું અસલમ શેખે.
આમ મયુર શેળકે એ એક આદર્શરૂપ દાખલો બેસાડ્યો છે.