News Continuous Bureau | Mumbai
Mazagon Dock 10K Run: Mazagon Dock Shipbuilders Limited (MDL), ભારતની અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓમાંની એક છે. Mazagon Dock Shipbuilders Limited ( MDL ) ની 250મી વર્ષગાંઠ નિમિત્તે મઝડોક મુંબઈ 10k રન ચેલેન્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આઝાદ મેદાન ( Azad Maidan ) , મુંબઈ ખાતે યોજાયો હતો. જેમાં 5 વર્ષથી 80 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો સહિત 3000 થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આરોગ્ય, સામાજિકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના દર્શાવી હતી.

To mark the historic 250th anniversary of Mazdock Mumbai, a special Mazdock Mumbai 10K run concludes..

To mark the historic 250th anniversary of Mazdock Mumbai, a special Mazdock Mumbai 10K run concludes..
પૂર્વ ક્રિકેટ ખેલાડી દિલીપ વેંગસરકરે ( Dilip Vengsarkar ) લીલી ઝંડી બતાવીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રેસ સવારે 6.30 કલાકે શરૂ થઈ હતી. જેનો રૂટ મુંબઈ શહેરના મુખ્ય સ્થળો પરથી પસાર થયો હતો. આ મેરેથોનના ( marathon ) રૂટ પર ચર્ચગેટ સ્ટેશન, ઓવલ મેદાન, NCPA, મરીન ડ્રાઈવ, બોમ્બે હાઈકોર્ટ જેવી ઐતિહાસિક ઈમારતો વગેરેનો સમાવેશ થયો હતો.

To mark the historic 250th anniversary of Mazdock Mumbai, a special Mazdock Mumbai 10K run concludes..
વિજેતાઓને કુલ 5 લાખ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળી હતી. તેમ જ સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા.

To mark the historic 250th anniversary of Mazdock Mumbai, a special Mazdock Mumbai 10K run concludes..
મઝડોક મુંબઈ 10k રન કાર્યક્રમમાં સહભાગીઓને ગુડી બેગ પણ મળી હતી..
એમડીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ સિંઘલે દોડવીરોની પ્રશંસા કરી હતી. મઝડોક મુંબઈ 10k રનને મળેલ જબરજસ્ત સમર્થન જોઈને અમે રોમાંચિત છીએ. તેમ જ દિલીપ વેંગસરકરે એવોર્ડ પ્રેઝન્ટેશનમાં વાત કરતા પ્રોત્સાહક શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું તમામ સ્પર્ધકોને રેસ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપું છું જેણે તેમની શારીરિક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું અને જેણે તેમના માનસિક મનોબળને મજબૂત બનાવ્યું.” મઝડોક મુંબઈ 10k રન તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

To mark the historic 250th anniversary of Mazdock Mumbai, a special Mazdock Mumbai 10K run concludes..
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ રેલવેના આ એક નિર્ણયથી… લોકલ ટ્રેનમાં ભીડમાં થયો ઘટાડો.. મુસાફરોને મળી રાહત.. જાણો વિગતે..
મઝડોક મુંબઈ 10k રન કાર્યક્રમમાં સહભાગીઓને ગુડી બેગ પણ મળી હતી. આમાં વોટર સિપર, વેસ્ટ પાઉચ અને ગુણવત્તાયુક્ત ડ્રાય-ફિટ ટી-શર્ટનો સમાવેશ થાય છે. 3K અને 10K રેસના વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા અને આ ઇવેન્ટને દરેક માટે યાદગાર બનાવી હતી. તેમ જ મુંબઈના ઘણા નાગરિકોએ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા, જેણે ઇવેન્ટના વાતાવરણમાં વધુ ઉત્સાહનો ઉમેર્યો હતો.