ખર્ચ થયા હજારો કરોડ અને સારા રહ્યાં માત્ર 18 ટકા બગીચા. જાણો મુંબઈ મહાનગર પાલીકા ના ભ્રષ્ટ કારભાર ની કહાણી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

સોમવાર

તાજી હવા ખાવા અને  મૉર્નિંગ વૉકર્સ તથા બાળકો માટે મુંબઈ પાલિકાએ મુંબઈમાં અનેક બગીચાઓ બનાવ્યા છે, પરંતુ સારસંભાળને અભાવે તેમ જ ઉદાસીન વલણને પગલે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બગીચાઓની હાલત બહુ વખાણવા લાયક નથી. એટલે કે આ બગીચા ખરા અર્થમાં બગીચા કહેડાવવાને લાયક નથી. તાજેતરમાં મુંબઈના બગીચાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા સંચાલિત ફક્ત 18 ટકા બગીચા ઉત્તમ શ્રેણીમાં એટલે કે A કૅટૅગરીમાં આવ્યા હતા. 

આ સર્વેમાં દરેક બગીચાને શ્રેણી સાથે યુનિક કોડ્સ આપવામાં આવ્યા છે. મૂલ્યાંકન કરવામાં આવેલા 500 ઉદ્યાનમાંથી 18 ટકા ઉદ્યાન A કૅટૅગરીમાં (અત્યંત સારી હાલતમાં) હતા, તો 70 ટકા ઉદ્યાન B કૅટૅગરી (ઉત્તમ હાલત)માં હતા, જ્યારે 12 ટકા  ઉદ્યાન C કૅટૅગરી (સુધારો કરવાની આવશ્યકતા)માં આવ્યા હતા.

ભાઈ, ખરો પૈસો તો રોકડા માં વેચાતા કાંદા માંજ છે. નાશિક ના દરોડા માં કાંદાના વેપારી પાસેથી આટલા કરોડ રોકડા પકડાયા. જાણો વિગત

સર્વેક્ષણ દરમિયાન નાગરિકો પાસેથી અનેક સૂચનો મળ્યાં હતાં, જેમાં ઉદ્યાનમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓ હોવી જોઈએ. બગીચાઓના આસપાસના પરિસરમાં શૌચાલય હોવાં જોઈએ. પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More