ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
સેન્ટ્રલ રેલવે મુંબઈ ડિવિઝન પર વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો માટે 6 માર્ચ 2022 એટલે કે રવિવારે તેના ઉપનગરીય વિભાગો પર મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. સવારે 8.37 થી સાંજના 4.36 વાગ્યા સુધી થાણેથી ઉપડતી ડાઉન સ્લો-સેમી ફાસ્ટ ટ્રેનોને દિવા અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે, જે ડોમ્બિવલી સ્ટેશન પર રોકાશે.
સવારે 8.51 થી બપોરે 3.51 વાગ્યા સુધી કલ્યાણથી ઉપડતી અપ સ્લો-સેમી ફાસ્ટ ટ્રેનોને કલ્યાણ અને દિવા સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે, ડોમ્બિવલી સ્ટેશન પર રોકાશે અને દિવા સ્ટેશન પર અપ સ્લો લાઇન પર ફરીથી ડાયવર્ટ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી આ તારીખે ગુજરાતની મુલાકાતે આવશે, ખેલ મહાકુંભનો કરાવશે શુભારંભ
વાશી/બેલાપુર/પનવેલ માટે સીએસએમટી/વડાલા રોડથી સવારે 11.16 વાગ્યાથી સાંજે 4.47 વાગ્યા સુધી અને બાંદ્રા/ગોરેગાંવથી સવારે 10.48 વાગ્યાથી સાંજે 4.43 વાગ્યા સુધી સીએસએમટીથી ઉપડતી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો રદ રહેશે. સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી ઉપડતી સીએસએમટી માટે અપ હાર્બર લાઇનની ટ્રેનો અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી સીએસએમટી માટે અપ હાર્બર લાઇનની ટ્રેનો (સ્થગિત)રદ્દ રહેશે.
બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ ટ્રેનો દોડશે. બ્લોકના સમયગાળા દરમિયાન હાર્બર લાઇનના મુસાફરોને મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મુસાફરી કરવાની છૂટ છે.
ચર્ચગેટ – મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે જમ્બો બ્લોક
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે રવિવારે સવારે 10.35 થી બપોરે 3.35 વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર જમ્બો બ્લોક રહેશે. CPRO સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનની તમામ ઉપનગરીય ટ્રેનોને ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.