Mehulbhai Sanghvi: ગૌરવની ક્ષણ: પરોપકારી ક્ષેત્રે

શ્રેષ્ઠતાનું સન્માન કપોળ જ્ઞાતિનું ગૌરવ: મેહુલભાઈ સંઘવી ને ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી.રાધાકૃષ્ણન દ્વારા એવોર્ડ

by Akash Rajbhar
Mehulbhai Sanghvi Honored by Vice President C.P. Radhakrishnan for Excellence in Philanthropy in Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈઃ ૨૧ માર્ચ, ૨૦૨૬ના રોજ મુંબઈ, રાજભવન ખાતે આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં, પરોપકારી ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ ‘શ્રીજી શરણ કન્સ્ટ્રક્શન – મુંબઈ’ ના સર્વેસર્વા અને જાણીતા કપોળ અગ્રણી શ્રી મેહુલભાઈ સંઘવીનું ભારત દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન સાહેબના વરદ હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક પ્રસંગે મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી જીષ્ણુ દેવ વર્મા સાહેબ અને મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સાહેબ સહિત અનેક રાષ્ટ્રીય મહાનુભાવો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ ધરાવતા મેહુલભાઈને માત્ર ૫૯ વર્ષની વયે પ્રાપ્ત થયેલી આ રાષ્ટ્રીય સિદ્ધિ બદલ ગઈકાલથી જ દુનિયાભરના કપોળ મિત્રો અને શુભેચ્છકો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

અધ્યાત્મ પરિવારના ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ માણેકજી મોતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મેહુલભાઈ પોતે ધર્મે વૈષ્ણવ હોવા છતાં, જૈન સંપ્રદાય અને જૈનાચાર્ય પૂજ્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજની નિશ્રા હેઠળ ૬૪ જૈન દીક્ષાર્થીઓની સેવાની જે સામાજિક જવાબદારી સ્વીકારી, તે તેમના બિનસાંપ્રદાયિક સેવા અને અજોડ ઉદારતાના સ્વભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.”

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ

અધ્યાત્મ પરિવારના અન્ય ટ્રસ્ટી શ્રી દિનેશ સોહનલાલ શાહ (મુનાણી) એ ગદગદિત કંઠે ઉમેર્યું હતું કે, “સમાજમાં રહીને સત્કર્મ કરવા માટે બહુ મોટું જિગર જોઈએ. મેહુલભાઈએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર, કાંદિવલી (પશ્ચિમ) મેટ્રો સ્ટેશન પાસેના પોતાના’ એક્યમ’ (Aikyam) રેસિડેન્શિયલ પ્રોજેક્ટના સંકુલ ટાવરમાં ૧૦૦થી વધુ રૂમ દીક્ષાર્થીઓ અને તેમના પરિવારોના નિવાસ માટે અર્પણ કર્યા હતા.” તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટને નિર્ધારિત સમય કરતાં ઘણો વહેલો પૂર્ણ કરવા માટે મેહુલભાઈ પોતે વહેલી સવારથી મોડી રાત સુધી સ્થળ પર હાજર રહીને દેખરેખ રાખતા હતા. સમય મર્યાદા પહેલા તમામ પાયાની સુવિધાઓ સાથે કામ પૂરું કરવું એ તેમની કાર્યદક્ષતા અને દાનવીરતાનો અદભૂત દાખલો છે.

Mehulbhai Sanghvi Honored by Vice President C.P. Radhakrishnan for Excellence in Philanthropy in Mumbai

નોંધનીય છે કે, જૈનાચાર્ય પૂજ્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજની નિશ્રા હેઠળ યોજાયેલી એકસાથે ૬૪ મુમુક્ષુઓની દીક્ષાનો આ અવસર વિશ્વસ્તરે પ્રથમ અને ઐતિહાસિક ઘટના છે. ‘શ્રીજીશરણ નો એક્યમ પ્રોજેકટ આ દીક્ષાર્થીઓ માટે તેમનું છેલ્લું સાંસારિક ઘર બન્યું હતું. આ પવિત્ર મહોત્સવ પૂર્વે જૈનાચાર્યશ્રીની ‘અમીદ્રષ્ટિ’ આ પ્રોજેકટની ભૂમિ પર પડી હતી.
મેહુલભાઈનો મૂળ મંત્ર હંમેશા ‘મન, વચન અને કર્મથી સેવા’ કરવાનો રહ્યો છે. ધર્મના વાડાઓથી ઉપર ઉઠીને માનવતાને પ્રાધાન્ય આપવાની નિષ્ઠાને માનનીય ઉપરાષ્ટ્રપતિ સાહેબ દ્વારા મુક્ત કંઠે બિરદાવવામાં આવી છે.

આ સન્માનથી સમગ્ર કપોળ સમાજ અને સંઘવી પરિવારનું ગૌરવ વિશ્વસ્તરે વધ્યું છે. વ્યાવસાયિક સફળતાની સાથે સામાજિક ઉત્થાન માટેની તેમની આ પ્રતિબદ્ધતા આવનારી પેઢી માટે સાચી પ્રેરણા સમાન રહેશે.
તમે પણ આ ગૌરવશાળી સિદ્ધિ બદલ શ્રી મેહુલભાઈ સંઘવીને સીધો અભિનંદન -શુભેચ્છા સંદેશ મોકલી શકો છો:
&
મોબાઈલ: +91 80994 09004

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More