ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
ઉત્તર મુંબઈમાં લિંક રોડ તેમજ હાઇવે પર અત્યારે મેટ્રો નું કામ પૂરજોશમાં ચાલુ છે. અહીં મેટ્રો ટ્રેન ક્યારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે મે મહિનામાં દહિસર થી ડી એન નગર સુધીની મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવશે.
જાન્યુઆરીની 27 તારીખે પહેલા સ્વદેશી ડબ્બાઓ મુંબઈ આવી પહોંચશે અને તેને ચારકોપ માં પાર્ક કરવામાં આવશે. ત્યારબાદ ટ્રાયલ રન શરૂ થશે અને મે મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.
જોકે તેનું ભાડું કેટલું રહેશે અને કોરોના ના સમયગાળામાં શું મેટ્રોમાં સામાન્ય માણસને એન્ટ્રી મળશે કે નહીં તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
