News Continuous Bureau | Mumbai
મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટ કોલાબાથી અંધેરી-સીપ્ઝ વચ્ચે બની રહ્યો છે. અંડરગ્રાઉન્ડ બની રહેલી આ મેટ્રોમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટનુ 60 ટકા કામ થઈ ગયું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે મેટ્રો-3ને લંબાવવાની જાહેરાત કરી છે. એટલે કે કોલાબાથી આગળ નેવી નગર સુધી હવે આ મેટ્રો રેલ દોડશે.
મુંબઈમા કોલોબા-બાંદ્રા-સીપ્ઝ આ મેટ્રો-3 પ્રોજેક્ટનું વિસ્તારીકરણ એટલે કે તેને કોલાબાથી આગળ વધારીને કફ પરેડથી નેવી નગર સુધી કરવાની જાહેરાત રાજ્યના નાણા પ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે બજેટ દરમિયાન ગુરુવારે કરી હતી.
આ મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ બની રહ્યો છે. જેમાં અત્યાર સુધી 60 ટકા કામ થઈ ગયું છે. તો જમીનની નીચે મેટ્રો માટે 90 ટકા ખોદકામ થઈ ગયું છે. આ મેટ્રો રૂટમાં 26 અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે.
આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશ બાદ ‘બિગ બોસ 15’ ના આ કન્ટેસ્ટન્ટ પર મહેરબાન થઇ એકતા કપૂર, ઓટ્ટ પર ઓફર કર્યો નવો શો; જાણો વિગત