Site icon

આખરે કારશેડનું ગુંચડું ઉકેલાયુઃ એક જ જગ્યાએ બનશે આ બે મેટ્રો રેલવેનું કાર શેડ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.
 
મુંબઈમાં હાલ મોટા પાયા પર જુદી જુદી મેટ્રો રેલવેના કામ ચાલી રહ્યા છે. જેમાં મેટ્રો 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) પ્રોજેક્ટનું કામ પણ ફૂલ સ્પીડે થઈ રહ્યું છે. અત્યાર સુધી આ રૂટ માટે કારશેડની જગ્યા નક્કી થઈ શકી નહોતી. હવે જોકે મેટ્રો 7 અને મેટ્રો 9નો કારશેડ એક જ ઠેકાણે ઊભા કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) બેઠકમાં લેવામાં આવ્યો છે.

મેટ્રો 7ના કારશેડ માટે દહિસરમાં એરપોર્ટ ઓથોરીટીની જમીન પ્રસ્તાવિત કરવામાં આવી હતી, તેને હવે રદ કરવામાં આવ્યું છે. તેથી હવે જયાં મેટ્રો-9 (દહિસરથી મીરા-ભાયંદર)નો કારશેડ બનવાનો છે. તે ભાયંદરના રાયમુરઢે ગામમાં જ હવે મેટ્રો- 7 ને 9નો કારશેડ બનશે. 
MMRDAની બેઠકમાં ત્રણે મેટ્રો રૂટ માટે એક  જ ઠેકાણે કારશેડ બનાવવાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મેટ્રો-7, મેટ્રો-7-એ અને મેટ્રો-9નો સમાવેશ થાય છે.
મુંબઈગરા બન્યા મુર્ખ? મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાનો મુંબઈ મનપાનો ઈનકાર, જાણો વિગત.

Join Our WhatsApp Community
Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version