211
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
સ્વપ્ન સમાન મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ઉત્તર મુંબઈને મેટ્રો પ્રોજેક્ટ ને કારણે ઘણું સહન કરવું પડ્યું છે. પરંતુ હવે મેટ્રો નું કામ ઘણું આગળ વધી ચુક્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
બોરીવલી પશ્ચિમમાં લિંક રોડ પર હવે મેટ્રોના પાટા બિછાવવા નું કામ ચાલુ છે. આ ઉપરાંત બોરીવલી પૂર્વમાં હાઇવે પર જે મેટ્રો બની રહી છે તે માટે એસ્કેલેટર લગાડવાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે.
લિંક રોડ પર ગોરેગામ અને મલાડના અનેક વિસ્તારમાં મેટ્રો માટે એસ્કેલેટર લગાડી દેવામાં આવ્યા છે.
આમ ઉત્તર મુંબઈ નું કારશેડ ક્યાં બનશે તે સંદર્ભે ભલે વિવાદ ચાલુ હોય પરંતુ પ્રત્યક્ષ પણે મેટ્રો નું કામ પૂરું થતું દેખાઈ રહ્યું છે. એમ એમ આર ડી એ નો અંદાજ છે કે આ કામ મે મહિના સુધીમાં પતી જશે.
You Might Be Interested In