259
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોંકણ મહામંડળ (મ્હાડા) તરફથી કલ્યાણ, મીરા રોડ, વિરાર, નવી મુંબઈ, સિંધુદુર્ગ અને થાણે જિલ્લામાં 8,984 ઘરોનું વેચાણ કરવામાં આવવાનું છે. એ માટે 24 ઑગસ્ટ, 2021થી ઑનલાઇન અરજી નોંધવાનું અને અરજી ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
BMCની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર તરીકે આ પાર્ટીએ ત્રણ અભિનેતાના નામ આપ્યા; જાણો વિગતે
બાંદરા (પૂર્વ)માં મ્હાડાના મુખ્યાલયમાં આયોજિત ગો-લાઇવ કાર્યક્રમ હેઠળ આજથી ઑનલાઇન ફૉર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ઘર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર, 2021 રાતના 11.59 સુધીની રહેશે. ઑનલાઇન ડિપોઝિટ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર, 2021ના રાતના 11.59 સુધી રહેશે તેમ જ ઑનલાઇન બૅન્કમાં RTGS/NEFT દ્વારા રકમ ભરી શકાશે.
You Might Be Interested In