Site icon

મુંબઈ પોલીસની દમદાર કામગિરી. બોરીવલી, દહીસર સહિત મુંબઈમાં 35 ઘરફોડી કરનારી ટોળકીને ઝબ્બે કરી…

Fake ED officer loots Rs 25 lakh in cash and 3 kg gold from businessman in Mumbai Zaveri Bazar

મુંબઇમાં ‘સ્પેશિયલ-26’ સ્ટાઇલમાં લૂંટ, નકલી ED ઓફિસર બનીને ઠગ કરોડો લઇ ફરાર.. વેપારીઓ ચિંતિત

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ મુંબઈમાં(West Mumbai) ખાસ કરીને બોરીવલી(Borivali), દહીસરમાં(Dahisar) ઘરફોડી(Housebreaking) કરનારા બે ચોરટાઓને(Thieves) પકડી પાડવામાં પોલીસને સફળચા મળી છે. આ ટોળકીએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 35 જેટલી ઘરફોડી કરી હોવાની ચોંકવનારી કબૂલાત કરી હતી. 

Join Our WhatsApp Community

બોરીવલી, દહીસર  તથા કાંદીવલી(Kandivali) જેવા વિસ્તારમાં ચોરીના બનાવ વધી ગયા હોવાથી મુંબઈ પોલીસ કમિશનરે(Mumbai Police Commissioner) ખાસ ઝુંબેશ ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ નોર્થ રિજનલના(North Regional) આવતા પોલીસ સ્ટેશનો(Police station) દ્વારા પેટ્રોલિંગ(Patrolling) વધારી દેવામાં આવ્યું હતું. એ દરમિયાન ઝોન 11ના ડેપ્યુટી પોલીસ કમિશનરના નેજા હેઠળ બોરીવલી અને એમ.એચ.બી. પોલીસ(M.H.B. Police) સક્રિય થઈ ગઈ હતી.  17 મેના 2022ના રોજ એમ.એ.બી. પોલીસના ક્રાઈમ બ્રાન્ચની યુનિટે(Crime Branch unit) બોરીવલી(વેસ્ટ)મા(Borivali (West)) તળાવ પરિસર એક્સર ગામમાંથી બે શંકાસ્પદ લોકોન જણાતા તેમને રોકીને પૂછતાછ કરી હતી.  બંને જણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમનો પીછો કરીને પકડી પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, સોનાની દુકાનમાં લૂંટ કરતા પહેલા જ આટલા લૂંટારૂઓને ઝડપી પાડ્યા 

પકડી પાડવામાં આવેલા આરોપીમાં ગાઝિયાબાદના(Ghaziabad) લોણી ગામનો 45 વર્ષનો યાસિન શૌકત અંસારી અને 44 વર્ષના દિલ્હીના ન્યુ શિલમપુરનો રહેવાસી જમિલ અહમદ મોહમ્મદ હુસેનનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસને સ્ક્રુ ડ્રાઇવર કટર, પાનો વગરે મળી આવ્યું હતું. પોલીસે તેમને પૂછપરછ કરતા ઉડાઉ જવાબ આપ્યો હતો. વધુ તપાસ દરમિયાન બંને જણે દહીસર, બોરીવલી સહિત મુંબઈના જુદા જુદા સ્થળ પર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ કરતા તેમની સામે 35 ઘરફોડીના કેસ નોંધાયા હોવાનું પોલીસને જણાયું હતું.

પકડાયેલા આરોપીમાંથી એક એમ.એચ.બી. પોલીસની હદમાં પાંચ ઘરફોડી અને ચોરીની કબૂલાત કરી હતી.  દહીસર ગાવઠણ, દહીસર (વેસ્ટ)માંથી પોલીસે તેમણે ચોરી કરેલી માલમત્તા કબ્જે કરી હતી. આરોપીઓ  નવી મુંબઈ, થાણે, મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version