ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જુલાઈ 2021
ગુરુવાર.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. તેથી મુંબઈમાં લાદવામાં આવેલા કોરોના પ્રતિબંધક નિયમો તાત્કાલિક ધોરણે હળવા કરવા જોઈએ. એ મુજબની માગણી કરી મુંબઈના કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ કરી છે.
લોકલ ટ્રેનમાં સામાન્ય મુંબઈગરાને પ્રવેશ નહીં હોવાથી કામ પર જનારાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મુંબઈમાં જેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તેમને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની માગણી પણ મિલિંદ દેવરાએ મહારાષ્ટ્ર સરકાર અને કોવિડ-19 ટાસ્ક ફોર્સ સમક્ષ કરી છે.
લોકડાઉનને પગલે મુંબઈને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. અનેક ઉદ્યોગધંધા ઠપ્પ થઈ ગયા છે. સેંકડો વ્યવસાયને લોકડાઉનથી ભારે નુકસાન થયું છે. અનેક લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી છે. જેમાં હોસ્પિટાલિટી વ્યવસાયને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેથી કોરોના પ્રતિબંધક નિયમો હળવા કરવા જોઈએ અને મુંબઈમાં રેસ્ટોરાને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની પણ તેમણે માગણી કરી છે.
મુંબઈમાં વેક્સિનેશન સેન્ટરનો બદલાયેલો સમય જાણી લો
સોશિયલ પ્લેટમફોર્મ ટ્વીટર પર મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર અને ટાસ્ક ફોર્સને પાસે કરેલી માગણી જોકે ચર્ચાનો વિષય બની ગઈ હતી.