Site icon

કોરોનાને લગતા નિયંત્રણો તથા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાને લઈને કોંગ્રેસના આ નેતાએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી આ મોટી માગણી;જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,29 જુલાઈ  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. તેથી મુંબઈમાં લાદવામાં આવેલા કોરોના પ્રતિબંધક  નિયમો તાત્કાલિક ધોરણે હળવા કરવા જોઈએ. એ મુજબની  માગણી કરી મુંબઈના કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ કરી છે. 

લોકલ ટ્રેનમાં સામાન્ય મુંબઈગરાને  પ્રવેશ નહીં હોવાથી કામ પર જનારાને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મુંબઈમાં જેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તેમને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાની માગણી પણ મિલિંદ દેવરાએ મહારાષ્ટ્ર સરકાર અને કોવિડ-19 ટાસ્ક ફોર્સ સમક્ષ કરી છે. 

લોકડાઉનને પગલે મુંબઈને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. અનેક ઉદ્યોગધંધા ઠપ્પ થઈ ગયા છે. સેંકડો વ્યવસાયને લોકડાઉનથી ભારે નુકસાન થયું છે. અનેક લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી છે. જેમાં હોસ્પિટાલિટી વ્યવસાયને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેથી કોરોના પ્રતિબંધક નિયમો હળવા કરવા જોઈએ અને  મુંબઈમાં રેસ્ટોરાને  રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની પણ તેમણે માગણી કરી છે.

મુંબઈમાં વેક્સિનેશન સેન્ટરનો બદલાયેલો સમય જાણી લો

સોશિયલ પ્લેટમફોર્મ ટ્વીટર પર મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકાર અને ટાસ્ક ફોર્સને પાસે કરેલી માગણી જોકે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version