ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશના સૌથી મોટા મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
પાર્ટીએ કોર્પોરેશનનની ચૂંટણી જીતવા માટે હાઈકમાન્ડને સૂચન કર્યું છે કે, મુંબઈના મેયર પદના ઉમેદવારની જાહેરાત પહેલાં જ કરી દેવી જોઈએ
સાથે એવું પણ કહ્યું છે કે, મેયર તરીકે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર તેમજ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ, મોડેલ મિલિન્દ સોમન અથવા તો કોરોનાકાળમાં લોકોને મદદ કરીને જાણીતા થયેલા અભિનેતા સોનુ સૂદના નામ પર વિચારણા કરવી જોઈએ.
આની પાછળ એવું કારણ અપાયું છે કે, મેયર પદ માટે એવા ઉમેદવારની જાહેરાત થવી જોઈએ જેમના પર કોઈ રાજકીય દબાવ ના હોય અને તે યુવાઓમાં પણ લોકપ્રિય હોય.
જોકે આ ત્રણમાંથી કોઈ કોંગ્રેસનું સભ્ય નથી. શહેર કોંગ્રેસના સચિવ ગણેશ યાદવે પાર્ટીને સૂચન કરવા માટે 25 પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે અને તેને સત્તાવાર રીતે પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજુ કરવાનો બાકી છે.
RBIએ આ બૅન્કને ફટકાર્યો 27.5 લાખ રૂપિયાનો દંડ, અન્ય એક બૅન્ક સામે પણ કરી કાર્યવાહી; જાણો વિગત