News Continuous Bureau | Mumbai
Mumbai News : North Central seat કોંગ્રેસ પાર્ટી એ મહારાષ્ટ્રની 48 સીટમાંથી એકે સીટ પર મુસલમાનને ટિકિટ નથી આપી. આ કારણથી ભડકી ગયેલા એમઆઈએમએ ઉત્તર મધ્યની લોકસભા સીટ પર વર્ષા ગાયકવાડ સામે પોતાનો કેન્ડિડેટ મેદાનમાં ઉતાર્યો છે. આ કેન્ડિડેટ નું નામ રમજાન ચૌધરી ( Ramzan Chaudhary ) છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તેણે ફોર્મ ભરી નાખ્યું.
Mumbai News : North Central seat . શું વર્ષા ગાયકવાડ હવે ચૂંટણી હારી જશે?
ઉત્તર મધ્યની લોકસભા સીટ ( Lok Sabha seat ) પરથી પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો છે. અહીં કોંગ્રેસ ( Congress ) પાર્ટી તરફથી વર્ષા ગાયકવાડ ( varsha gaikwad ) જ્યારે કે તેમની વિરુદ્ધમાં સુપ્રસિદ્ધ એડવોકેટ ઉજ્જવલ નિકમ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અહીં કટ ટુ કટ મુકાબલો થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. જો કે હવે એમઆઈએમની ( MIM ) એન્ટ્રી થવાને કારણે કોંગ્રેસ પાર્ટી ને અઘરો સમય જોવો પડશે. આ સીટ ઉપર આશરે ૨૭ ટકા જેટલા લઘુમતી અને દલિતના વોટો છે જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro : Discount લોકસભા ચૂંટણી દરમિયાન વોટિંગના દિવસે મુંબઈ મેટ્રોમાં 10 ટકા ડિસ્કાઉન્ટ.
Mumbai News : North Central seat એમઆઇએમની એન્ટ્રીને કારણે શું થશે?
એમઆઇએમની ઉત્તર મધ્યની સીટ પર ચૂંટણી લડવાની જાહેરાતને કારણે મુસ્લિમ મતોમાં મોટું ભંગાણ પડશે. અહીં મુસ્લિમ એ નિર્ણાયક મતો ઠરવાના હતા અને વર્ષા ગાયકવાડ ચૂંટણી જીતી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ રહી હતી. પરંતુ હવે વર્ષા ગાયકવાડને રીતસરના દરેક ઘરે ફરી ફરીને ચપ્પલ ઘસવા પડશે અને તેમ છતાં પણ તે ચૂંટણી જીતશે કે કેમ તેની કોઈ શક્યતા નથી.