ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
મીરારોડ અને ભાયંદર વિસ્તાર મુંબઈ શહેરના એક્સ્ટેંશન બની ગયા છે. અહીં રહેનારા લોકો ને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. મુંબઈ શહેરને અડીને આવેલા હોવા છતાં તેમને પાણી મળતું નથી.
હવે તેમને દૈનિક બે કરોડ દસ લાખ લીટર એટલે કે ૨૧ મિલીયન લીટર પાણી દરરોજ અતિરિક્ત મળશે.
વાત એમ છે કે મીરા રોડ અને ભાયંદરના જનપ્રતિનિધિઓ તેમજ સ્ટેમ પ્રાધિકરણની બેઠક થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે એમઆઈડીસી પોતાના કોટા માંથી થોડુંક વધુ પાણી મીરા રોડ અને ભાયંદર માં એ આપશે તેમજ સ્ટેમ પ્રાધિકરણ પોતાના કોટા માંથી પણ વધુ પાણી મીરા રોડ અને ભાયંદર ને વાળશે. આમ મીરા રોડ અને ભાયંદર ને દર પચાસ કલાકે પાણી મળતું હતું તેના સ્થાને દર 24 કલાકે પાણી મળશે.
અરે વાહ સારા સમાચાર : મુંબઈમાં કોરોના પોઝિટિવીટી રેટ સાવ તળિયે. આખા દેશમાં શહેરોમાં સૌથી ઓછો.
આ ફેસલા થી અમે મીરારોડ અને ભાયંદર ને પાણીની ઓછી તકલીફ પડશે.