શું મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં શિવસેના બીજેપી ને લપડાક આપશે..? સત્તા પરિવર્તનના એંધાણ.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 સપ્ટેમ્બર 2020

જેમ મુંબઈ મહાનગરપાલિકામા શિવસેનાનું એક હથ્થુ રાજ છે એવી જ રીતે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના માં બીજેપીની વર્ષોથી સત્તા રહી છે. પરંતુ , હવે ત્યાં પણ હુંસાતુંસી ચાલુ થઈ ગઈ છે. પાછલા કેટલાક સમયથી હોદ્દા વગરના એક સ્થાનિક નેતાએ પોતાને સર્વેસર્વા માની અવાર-નવાર મનપાના કામમાં દખલગીરી કરતા હોવાથી, મોટાભાગના નગરસેવકો નારાજ થયા હોવાનું બહાર આવ્યું છે.

 મીરા-ભાયંદરમાં બીજેપીના આંતરિક ઝગડા નો લાભ શિવસેના ઉઠાવી શકે છે, એવી આશંકા વ્યક્ત થઈ રહી છે.  બની શકે શિવસેના આ આંતરિક લડાઇનો ફાયદો ઉઠાવી મીરા-ભાયંદરમાં સત્તા પરિવર્તન પણ કરાવી શકે છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નગરસેવકો નું કહેવું છે કે પદ વગરના આ નેતાએ બીજેપીના જિલ્લા અધ્યક્ષને પણ  અંધારામાં રાખી નગરસેવકોની એક બેઠક બોલાવી હતી. જેમાં મનપા અંગેની તમામ માહિતી લીધી હતી. જેને કારણે પદ પર બેઠેલા નગરસેવકો નારાજ થયા છે. આથી જ અનેક નગરસેવકો શિવસેનાના સંપર્કમાં હોવાનું કહેવાય છે.

 હાલ મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે 47 નો આંકડો જરૂરી છે. તેમાંથી શિવસેના પાસે 22 નગરસેવકો રહેલા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના બીજેપીના ટેકાથી સત્તા પરિવર્તન કરવાનો પ્રયાસ કરી શકે એમ છે. આવું અનુમાનનું એક કારણ એ પણ છે કે ,સત્તાધારી બીજેપીના નગરસેવકોની ગઈકાલે પાલિકામાં મેયરની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવાઇ હતી. જેમાં 60 માંથી માત્ર 35 નગરસેવકો જ હાજર રહ્યા હતા. જ્યારે 25 જેટલા બીજેપીના નગરસેવકો કોઈ કારણ આવ્યા ન હતા..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!