Site icon

MLA Geeta Jain: ધારાસભ્ય ગીત જૈને કરી આ માંગણીઓ.. સીએમ એકનાથને પાઠવ્યો પત્ર.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

MLA Geeta Jain: વિવિધ સરકારી વિભાગોમાં મહિલા સંગઠનો માટે 30% અનામત મેળવવા અંગેનો માંગણી કરતો પત્ર સરકારને પાઠવ્યો હતો. જેમાં ગીતા જૈનને મહિલા વિકાસનો મહત્ત્વનો મુદ્દો ઉઠાવવતો પત્ર રાજ્ય સરકારને મોકલ્યો છે. જેમાં મહિલા વિકાસને લગતી અનેક માંગણી કરવામાં આવી છે.

MLA Geeta Jain: MLA Geet Jain has written a letter to CM Eknath Shinde. This demand was made in a letter

MLA Geeta Jain: MLA Geet Jain has written a letter to CM Eknath Shinde. This demand was made in a letter

News Continuous Bureau | Mumbai 

MLA Geeta Jain: ગીતા ભરત જૈન જે થોડા દિવસો પહેલા શિવસેનામાં જોડાયા હતા અને હાલ પાર્ટીમાં પાછા ફર્યા છે. ઘારાસભ્ય ગીતા જૈનને સીએમ એકનાથ શિંદે ને મળીને વિવિધ સરકારી વિભાગોમાં મહિલા સંગઠનો માટે 30% અનામત મેળવવા અંગેનો માંગણી કરતો પત્ર સરકારને પાઠવ્યો હતો. જેમાં ગીતા જૈનને મહિલા વિકાસનો મહત્ત્વનો મુદ્દો ઉઠાવવતો પત્ર રાજ્ય સરકારને મોકલ્યો છે. જેમાં મહિલા વિકાસને લગતી અનેક માંગણી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ગીતા જૈને પત્રમાં જણાવતા કહ્યું છે કે આપણા પ્રગતિશીલ રાજ્ય મહારાષ્ટ્રે મહિલાઓના વિકાસ માટે ઘણા સારા નિર્ણયો લીધા છે. અમારી શિંદેફડણવીસ સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. એક મહિલા તરીકે હું તમારો આભાર માનું છું કે તમારા નેતૃત્વ હેઠળની આ ડબલ એન્જિન સરકાર મહિલાઓ અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ છે. મહિલાઓ માટેની વિકાસ યોજનાઓનો અમલ કરતી વખતે તેમાં માત્ર મહિલાઓ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

પરંતુ સહકાર, ઉદ્યોગ, શિક્ષણ, શ્રમ, કૃષિ જેવા વિભાગોમાં રાજ્યમાં ચાલતી યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી નહિવંત છે. પુરૂષ પ્રભુત્વવાળી વ્યવસ્થાને કારણે આ વિવિધ ક્ષેત્રોની યોજનાઓમાં મહિલાઓને બહુ ઓછો લાભ મળે છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC: શું તારક મહેતામાં નહીં થાય દિશા વાકાણી ની વાપસી? ‘દયા ભાભી’ માટે લેવામાં આવ્યા લગભગ 25 જેટલા ઓડિશન, ટીમે કરી આટલી છોકરીઓ ને શોર્ટલિસ્ટ

મહિલા સંસ્થાઓને 30% અનામત આપવી જોઈએ.

ગીતા જૈને આગળ વધુ જણાવતા કહ્યું હતુ, કે તેથી મહિલાઓના સશક્તિકરણ માટે આવી યોજનાઓમાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી જરૂરી છે. દરેક જિલ્લામાં માત્ર મહિલાઓ માટે સુગર ફેક્ટરીઓ, ડેરીઓ, યાર્ન મિલો, આધુનિક ટેકનોલોજી શીખવતી વર્કશોપ વગેરેની સ્થાપના થવી જોઈએ. તેના માટે સરકારે દરેક વિભાગની યોજનામાં મહિલા સંસ્થાઓને 30% અનામત આપવી જોઈએ.

તદનુસાર, તમને વિનંતી કરવામાં આવે છે કે સરકારના તમામ વિભાગોને સરકારના નિર્ણય માટે કેબિનેટની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવા નિર્દેશ કરે. આ નિર્ણયને કારણે માનનીય મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અજીતદાદા પવારના નેતૃત્વ હેઠળની સરકારનો સંદેશ લોકો સુધી જશે કે તે એક એવી સરકાર છે. જે લોકોના હિતમાં આમૂલ અને ક્રાંતિકારી નિર્ણયો લે છે, અને પાયાનો વિકાસ કરતી સરકાર છે.આ બાબતે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી.

 

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version