Site icon

મુંબઈ મહાનગરપાલિકામાં આટલા કરોડ રૂપિયાનું કૌભાંડઃ ભાજપના વિધાસભ્યે લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.

ભાજપના કાંદીવલીના ધારાસભ્ય યોગેશ સાગરે મુંબઈ મહાનગરપાલિકા (BMC) પર પાર્ક માટે આરક્ષિત રહેલી જમીન ખાનગી બિલ્ડરને સોંપી દેવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ફરિયાદ પણ કરી છે.

બીજેપી ધારાસભ્ય યોગેશ સાગરે BMC પર ખાનગી બિલ્ડરને 500 કરોડ રૂપિયાનો નફો કરાવી આપવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્ય યોગેશ સાગરે પાલિકા પર પાર્ક માટે અનામત રહેલી જગ્યા ખાનગી બિલ્ડરને સોંપવાનો આરોપ લગાવ્યો હતો અને પત્રમાં લખ્યું છે કે મુંબઈનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા સમયે જુદા જુદા રિઝર્વેશન પ્રસ્તાવિત કર્યા હતા. પરંતુ હવે

 મહાનગરપાલિકાના ભ્રષ્ટ કારભારને કારણે હવે મુંબઈમાં બગીચા અને રમતગમતના મેદાનો નષ્ટ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ખાનગી બિલ્ડરને પાલિકા હસ્તક હેઠળનું ઉદ્યાન માટે અનામત રહેલું અને કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નહીં ઘરાવતો પ્લોટ આપી દેવામાં આવ્યો છે. એના બદલામાં પાલિકાએ  બિલ્ડર પાસેથી જમીનના પ્લોટનો કબજો લીધો છે, પરંતુ તે જુદી જુદી મંજૂરીઓમાં અટવાઈ પડયો છે. આ પ્લોટ પાલિકાએ માહુલ પમ્પિંગ સ્ટેશનના બાંધકામ માટે લીધો છે.

હેં! મુંબઈના ભાજપના આ નેતાને પરિવાર સહિત જાનથી મારી નાખવાની મળી ધમકી; જાણો વિગત

 મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પાંચસો કરોડના ભ્રષ્ટાચારના આ કેસને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવા સૂચના આપવાની માગણી યોગેશ સાગરે કરી છે. તેમ જ પાલિકાની સત્તાધારી શિવસેનાને ચેતવણી આપી છે કે જો આ પ્લોટ બિલ્ડરને આપવાના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરવામાં આવે તો ભાજપ તેની સામે આકરી લડત ચલાવશે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version