Site icon

કોના બાપની દિવાળી? કોરોનાકાળમાં આ સરકારી ઑથૉરિટીએ PR એજન્સી પાછળ દર મહિને ખર્ચ્યા આટલા કરોડ રૂપિયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં તમામ સરકારી અને જુદી-જુદી ઑથૉરિટીનાં કામો ધીમી ગતિએ ચાલી રહ્યાં હતાં, પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી (MMRDA) આ બધામાં આગળ નીકળી ગયું છે. તેણે ખાનગી પબ્લિક રિલેશન (PR) એજન્સીને છૂટા હાથે પૈસાની લહાણી કરી છે. કોરોનાકાળમાં તેણે દર મહિને સરેરાશ 21.70 લાખ રૂપિયા  PR એજેન્સીને આપ્યા હતા. RTI કાર્યકર્તા અનિલ ગલગલીએ રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ આ માહિતી મેળવી હતી. છેલ્લાં બે વર્ષમાં PR એજન્સીને 5.21 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

આખરે ભાંડો ફૂટી ગયો : એન્ટિલિયા નીચે વિસ્ફોટકો મુકેશભાઈને ડરાવવા માટે મૂક્યા હતા. આ કારણથી તેઓ રિલાયન્સના માલિકને ડરાવવા માંગતા હતા. વાંચો ચોંકાવનારો એન આઇ એ નો કોર્ટમાં ખુલાસો.

RTI મુજબ ખાનગી PR કંપની મેસર્સ મર્કેન્ટાઇલ ઍડ્વર્ટાઇઝિંગ PR એજન્સીને 15 જુલાઈ, 20219માં નીમવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન MMRDAએ તેને 5.21 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. છેલ્લાં બે વર્ષની રકમને જોતાં દર મહિને સરેરાશ કંપનીને 21.70 લાખ ચૂકવવામાં આવ્યા છે.

Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Borivali Railway Station: બોરીવલી સ્ટેશન પર મહિલાની છેડતી પીડિતાએ હિંમત બતાવી પીછો કર્યો, પણ આરોપી ચાલુ ટ્રેને પાટા પર કૂદીને ફરાર
Mumbai Property Tax Update: મુંબઈગરાઓ સાવધાન: ૩૧ માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરો તો મિલકત જશે હરાજીમાં, BMCએ ૪૮૩ મિલકતો કરી જપ્ત
Mumbai Vidhan Bhavan Bomb Threat: વિધાનભવનને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, બજેટ સત્રની કાર્યવાહી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Exit mobile version