News Continuous Bureau | Mumbai
દહિસરથી(Dahisar) મીરા-ભાઈંદર(Mira Bhayander) સુધીના પ્રસ્તાવિત લિંક રોડને(Link Road) આડે રહેલી અડચણો આખરે દૂર થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની હદની બહાર બનાવવામાં આવનારા વધારાના રસ્તાના નિર્માણ માટે MMRDAએ સંમત થઈ છે. આ લીંક રોડ બન્યા બાદ લાખો મુસાફરોને ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યામાંથી રાહત મળશે.
દહિસરથી મીરા-ભાઈંદર સુધી પાંચ કિલોમીટર લાંબો લિંક રોડ પ્રસ્તાવિત છે. MMRDAએ મુંબઈ મહાનગરપાલિકાને પત્ર લખીને કહ્યું છે કે તે મહાનગરપાલિકાની હદની બહારનું કામ પોતાના ખર્ચે કરવા તૈયાર છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનો કુલ ખર્ચ લગભગ 1800 કરોડ રૂપિયા છે. મુંબઈ મહાનગરપાલિકા લગભગ 2 કિલોમીટરનો રોડ બનાવશે. આ માટે મહાનગરપાલિકા અંદાજે 700 થી 750 કરોડનો ખર્ચ કરશે. પાલિકાની હદની બહારના બાકીના 3 કિમી રોડનું બાંધકામ(Road construction) MMRDA દ્વારા કરવામાં આવશે. આમાં અસરગ્રસ્તોના પુનર્વસન અને રસ્તાઓ વગેરેનો ખર્ચ MMRDAએ ઉઠાવશે.
આ સમાચાર પણ વાંચો : નકલી બંદુકથી અસલી ચોરી. જુઓ જ્વેલર્સની દુકાનમાં ચોરીનો વિડીયો..
મુંબઈમાં પ્રવેશતા વાહનો માટે દહિસર એક મહત્વપૂર્ણ એન્ટરન્સ છે. રોજબરોજ હજારો વાહનો કામકાજ અને ધંધાના સંબંધમાં મુંબઈ આવે છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે ટ્રાફિકની સમસ્યાનો(Traffic problems) સામનો કરવો પડે છે. દહિસરથી મીરા-ભાઈંદર લિંક રોડનું નિર્માણ દહિસર ચેકનાકા અને તેની આસપાસના ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે અને લાખો મુસાફરોને મોટી રાહત આપશે એવો દાવો પાલિકાનો છે.