News Continuous Bureau | Mumbai
શિવસેના(shiv sena) અને એમએનએસ(MNS)નું વાકયુદ્ધ(Wordwar) દિવસે દિવસે વધુ આકરું બની રહ્યું છે. એકબીજાની ટીકા કરવાની એક પણ તક બંને પક્ષો છોડતા નથી. તેમાં હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election)ને ધ્યાનમાં રાખીને શહેરમાં શિવસેના(Shiv sena) અને એમએનએસ(MNS)ની જોરદાર પોસ્ટરબાજી જોવા મળી રહી છે. શહેરની જુદી જુદી સમસ્યાઓને લઈને એમએનએસે શિવસેનાને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દીધું છે અને તે માટે પોસ્ટરબાજી(posters)નો સહારો લઈ રહી છે.
મસ્જિદ પરના ભૂંગળા(Mosque Loudspeaker)ને મુદ્દાને એમએનએસના નેતા રાજ ઠાકરે(Raj Thackeray) ગજાવ્યા બાદ અને સળંગ બે સભા લીધા બાદ હવે શિવસેના અને એમએનએસ બંને વચ્ચેનું વાંક યુદ્ધ આગામી દિવસમાં વધુ આકરું બને એવું જણાઈ રહ્યું છે. એમએનએસનું વલણ જોતા તે ભાજપ(BJP)ની નજીક જઈ રહી હોવાનું જણાતા શિવસેનાએ રાજ ઠાકરેને ટાર્ગેટ કરતા દાદરમાં શિવસેના ભવન(Shiv sena Bhavan) સામે પોસ્ટર(posters) લગાવ્યા હતા, જેમાં “કાલ આજ અને કાલ” એવા હેડિંગ સાથે હોર્ડિગ્સ(hoardings) લગાડવામાં આવ્યું છે, જેમાં રાજ ઠાકરેનો મુસ્લિમ વેશમાં ફોટો તેની આગળ હનુમાન ચાલીસા (Hanuman Chalisa) એમ લખવામાં આવ્યું છે. હવે આવતી કાલે રાજ ઠાકરે યૂટર્ન મારીને કોઈ નવી ભૂમિકા લેશે એવો કટાક્ષ કરતો સવાલ આ હોર્ડિગ્સમાં કરવામાં આવ્યો છે. આ હોર્ડિગ્સના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..
તો બીજી તરફ એમએનએસએ પણ “કાલ આજ અને કાલ”ની થીમ પર બેનર તૈયાર કર્યા છે. શિવસેનાના હોર્ડિંગ્સને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ શિવસેના ભવન સામે લગાડવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમને અટકાવીને બેનરે તાબામાં લીધું હતું. જોકે તે પહેલા તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. “કાલ આજ અને કાલ” હેડિંગ સાથે બોર્ડ પર એક બાજુએ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)નો બાળ ઠાકરે(Bal Thackeray) સાથે ફોટો છે. તેની આગળ સોનિયા ગાંધી(Congress Sonia Gandhi) અને શરદ પવાર(NCP Sharad Pawar) સાથે તેમનો ફોટો છે. તો આવતી કાલના હેડિંગ નીચે જગ્યા ખાલી છોડવામાં આવી છે. આવા હોર્ડિંગ દ્વારા એમએનએસ શિવસેનાને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.