News Continuous Bureau | Mumbai
મુંબઈમાં લોકલ ટ્રેનમાં(Local Train) મહિલાઓની(women) છેડતી કરવાના બનાવ વધી ગયા છે. વહેલી સવારે અને મોડી રાતે પ્રવાસ(late night tarvelling) કરનારી મહિલા પ્રવાસીઓની(Woman passengers) સુરક્ષા સામે હંમેશાથી પ્રશ્ર્નાર્થ રહ્યો છે પણ હવે સ્કૂલે જનારી બાળકીઓ(School Girls) અને કોલેજ (College students) જનારી યુવતીઓની સુરક્ષા પણ જોખમાઈ ગઈ હોવાનું તાજેતરમાં લોકલ ટ્રેનમાં થયેલા છેડતીના(Molestation) બનાવથી જણાઈ આવ્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલ્વે પોલીસ સ્ટેશનની(Railway police ) હદમાં બનેલી બે ઘટનાઓ પરથી એવું બહાર આવ્યું છે કે આરોપી ખાસ કરીને શાળાની છોકરીઓ અને કોલેજની છોકરીઓને નિશાન બનાવી રહ્યો હતો. છેડતીના બે બનાવમાં રેલવે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પરંતુ લોકલ ટ્રેનમાં મહિલાઓના ડબ્બામાં ચઢીને વિકૃત ચાળા કરીને મહિલાઓની છેડlr કરનારા માનસિક વિકૃત લોકોનો ત્રાસ હજી ઘટ્યો નથી. આવા અનેક વિકૃત લોકો ટ્રેનમાં ફરતા હોવાની પોલીસને આશંકા છે.
આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈન પર પનોતી- સતત બીજા દિવસે પીક અવર્સમાં રેલ વ્યવહાર ખોરવાયો- ગોવંડી સ્ટેશન પાસે થયો આ બનાવ- જાણો વિગત
રેલવે પોલીસના કહેવા મુજબ મુંબઈની લોકલ ટ્રેનોમાં(Mumbai local train) બપોરના સમયે મુસાફરોની સંખ્યા ઓછી હોય છે. બપોરના સમયે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ(College students) મોટી સંખ્યામાં મુસાફરી કરે છે. આવા સમયે, કેટલાક વિકૃત લોકો લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ચઢી જાય છે અને તેમની સામે વિકૃત ચાળા કરીને શાળાની છોકરીઓ અને કોલેજની છોકરીઓની છેડતી કરવાનો પ્રયાસ કરે છે.
ગયા અઠવાડિયે આવી બે ઘટનાઓ ભાયખલા(Byculla) અને સીએસએમટી રેલવે સ્ટેશન(CSMT Railway station) વચ્ચે બની હતી. પહેલા બનાવમાં કલ્યાણમાં(Kalyan) રહેતી બે 15 વર્ષની બે બહેનપણીઓ બપોરે દાદરથી CSMT જતી હતી ત્યારે ભાયખલા રેલ્વે સ્ટેશન પર એક 30 વર્ષીય વ્યક્તિ મહિલા ડબ્બામાં ઘૂસી ગયો જેમાં બંને છોકરીઓ હતી. આ બંને છોકરીઓ દરવાજા પાસે ઊભી હતી ત્યારે આ માનસિક વિકૃત માણસે તેમની પાસે જઈને ઊભો રહી ગયો હતો. બંને ગભરાઈને સીટ પર બેસી જતા આ શખ્સ તેમની સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. સીએસએમટી સ્ટેશન આવતા જ બંને ડરીને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. આ પછી ઇસમાએ બંનેનો પીછો કર્યો હતો. બંને ગભરાઈ ગઈ હતી અને સ્ટેશન પર પોલીસને ઘટના જણાવી. જે બાદ પોલીસ દોડી આવી ઇસમોને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
આવું જ કંઈક બે દિવસ પહેલા મસ્જિદ બંદરમાં થયું હતું. મસ્જિદ બંદર સ્ટેશન પર તહેનાત પોલીસે એકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ સલમાન તાજુદ્દીન સૈયદ (19) અને ગોપી મધુ બોયે (35) તરીકે થઈ છે.