ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
બોરીવલીમાં બાંદરાઓનો બહુ મોટો આતંક છે. હાલમાં જ બોરીવલી(પૂર્વ)માં સુકરવાડીમાં આવેલી ચાલીમાં રજની નામની મહિલાના ઘરે વાંદરાઓ ઘૂસી ગયા હતા. અડધો કલાક સુધી વાંદરાઓએ તેના ઘરમાં ધમાચકડી મચાવી હતી. ખાવાની શોધમાં ઘરમાં ધૂસી ગયેલા વાંદરાઓએ ખાવાનું નહીં મળતાં મહિલા પર હુમલો કર્યો હતો. એમાં તે ગંભીર રીતે જખમી થઈ હતી. તેને શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
સસ્પેન્ડેડ ધારાસભ્ય અતુલ ભાતખલકરને આ કારણથી પોલીસે લીધા અટકાયતમાં; જાણો વિગત
બોરીવલી (પૂર્વ)માં નૅશનલ પાર્કની આજુબાજુના વિસ્તારમાં અનેક વખત વાંદરાઓ ઘરમાં ઘૂસી જતા હોય છે. રજનીના ઘરે પણ વાંદરાઓ ખાવાની શોધમાં ધૂસી ગયા હતા. તે લોકોને ખાવાનું ન મળતાં તોફાન કરી મૂક્યું હતું. રજની જખમી થતાં તેણે બૂમાબૂમ કરી મૂકતાં વાંદરા ડરીને ભાગી છૂટ્યા હતા. વન વિભાગને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ ખાવાની શોધમાં લોકોના ઘરમાં ઘૂસી જતા વાંદરાઓ જલદી હાથે ચઢતા નથી. વન વિભાગે આ વિસ્તારોમાં ઘરમાં વાંદરા ઘૂસી આવે તો તરત વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે. તેમ જ ઘરમાં ઘૂસી ગયેલા વાંદરાઓને ભગાડવા ફટકાડા ફોડવાની સલાહ પણ વન વિભાગે સ્થાનિક નાગરિકોને આપી છે.