Site icon

ગજબ કહેવાય-માણસ તો ઠીક આ વાનર મહાશય પણ જંક ફૂડના શોખીન-માટુંગામાં મેદસ્વી કાયાને કારણે ફસાયો બારીની ગ્રીલમાં-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

માટુંગામાં(Matunga) જંક ફૂડ(Junk food) ખાઈને મેદસ્વી(Obese) બની ગયેલો વાનર(monkey) બાલ્કનીની ગ્રીલમાં(Balcony grill) ફસાઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. સામાન્ય કરતા પણ આ વાનરનું વજન(Monkey weight) વધુ હોવાને કારણે તેને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

માણસો જંક ફૂડના શોખીન હોય છે અને અનેક લોકો જંક ફૂડ ખાઈને મેદસ્વી કાયાના માલિક બની જતા હોય છે. પરંતુ માટુંગામાં એક પોશ કોલોનીમાં(Posh colony) ઘરની બાલ્કનીઓમાંથી ઘરના કીચનમાં પહોંચીને જંક ફૂડ કરનારો વાનર તેની હદથી બહાર વધી ગયેલા વજનને કારણે ગ્રીલમાં ફસાઈ ગયો હતો. ભારે મહેનત બાદ તેને બચાવવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત

વેટરનીટી ડોકટરના(Veterinary Doctor) મુજબ આ વાંદરો માટુંગાની અનેક સોસાયટીઓના ઘરમાં ઘૂસીને ખાવાનું લઈને ભાગી છૂટતો હતો. તેને વેફર(Wafer), બિસ્કીટ(Biscuit) જેવા જંક ફૂડની આદત પડી ગઈ હતી. તેનું વજન 15 કિલોથી પણ વધુ થઈ ગયું હતું. સામાન્ય રીતે વાનરોના વજન સરેરાશ 10થી 12 કિલોની આસપાસ હોય છે. માટુંગામાં એક ઘરમાં તે ખાવાની શોધમાં ઘૂસી ગયો હતો પરંતુ તેના વજનને કારણે તે લોખંડની ગ્રીલમાં(iron grill) ફસાઈ ગયો હતો. હાલ તે સારવાર હેઠળ હોઈ બહુ જલદી તેને વાઈલ્ડ લાઈફ(Wildlife) ખાતાને સોંપવામાં આવે એવી શક્યતા છે.
 

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version