192
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મુંબઈમાં મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. સવારે અમુક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. સવારના ૧૧ વાગ્યા સુધીમાં મલાડ, માલવણી, બોરીવલી, દહિસરમાં લગભગ ૩૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. બાદમાં જોકે વરસાદે પોરો ખાધો હતો. સાંજ બાદ ફરી મુંબઈમાં વરસાદનું જોર રહ્યું હતું. વરસાદને લીધે ગરમી-ઉકળાટથી રાહત મળી હતી.
મુંબઈમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ; જાણો વધુ વિગત
હવામાન ખાતાએ મુંબઈમાં વરસાદ માટે વાતાવરણ તૈયાર થયું હોવાથી આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરી છે.
You Might Be Interested In