News Continuous Bureau | Mumbai
Monsoon Update: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદને ( Heavy Rain ) કારણે હાલ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પરંતુ રાજ્યના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. મુંબઈમાં વરસાદને કારણે સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઈનો પર લોકલ ટ્રેન સેવાઓ હાલ મોડી ચાલી રહી છે. મધ્ય રેલવે લાઇન પરની ટ્રેનો 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે, તો પશ્ચિમ રેલવે લાઇન પરની ટ્રેનો 5થી 10 મિનિટ મોડી દોડી રહી છે અને હાર્બર લાઇન પરની ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઓફિસ જતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
જેમાં અંધેરી સબવે, ભાંડુપ એલબીએસ માર્ગ અને થાણે સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ( Waterlogging ) એકઠું થયું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અંધેરી, કાંદિવલી, મલાડ, બોરીવલી, દહિસર અને ગોરેગાંવમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ( IMD ) આગામી કેટલાક કલાકોમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી ( Weather Forecast ) કરી છે. તેથી મુંબઈ મહાપાલિકા ( BMC ) એ પાણીનો નિકાલ કરવા માટે હવે પંપો લગાવ્યા હતા. જો કે, જો આગામી કેટલાક કલાકો સુધી સતત વરસાદ વરસતો રહ્યો તો વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ ચાલુ જ રહેશે, જેના કારણે નાગરિકો વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે.
Monsoon Update: થાણે, કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો…
થાણે, કલ્યાણ, ડોમ્બિવલી અને ઉલ્હાસનગર વિસ્તારમાં પણ ભારે વરસાદ ( Mumbai Rain ) થયો હતો. થાણેમાં સવારે 04:30 થી 8:30 સુધી 76.07 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે થાણેના વંદના ડેપો વિસ્તારમાં પણ પાણી જમા થઈ ગયા હતા. વધુ પાણીના કારણે ભિવંડી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈના ઉપનગરો તેમજ રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. રોહામાં કુંડલિકા નદી પૂરજોશમાં છે અને કિનારાના રહેવાસીઓને હવે સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Kanwar Yatra : મુસ્લિમો જો સામાન ખરીદતા સમયે હલાલનો આગ્રહ રાખી શકે છે, તો કાવડ યાત્રીઓ હિંદુ વિક્રેતાઓથી સામાન ખરીદવાનો આગ્રહ રાખે તેમાં શું ખોટુ છે?: હિન્દુ સંગઠન.. જાણો વિગતે.. .
હવામાન વિભાગે ( IMD Forecast ) આ દરમિયાન કોંકણના રત્નાગીરી અને વિદર્ભના ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આ ઉપરાંત થાણે, રાયગઢ, સતારા, સિંધુદુર્ગ અને નાંદેડ જિલ્લાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે નાગપુરમાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નાગપુરના એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી જમા થવા લાગ્યું હતું. મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ છે. તેથી નાગરિકોને જરૂરિયાત મુજબ જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન એલર્ટ મોડ પર છે. ટ્રેક પર પાણી જમા ન થાય તે માટે પગલાં હાલ જરુરી પગલા લેવાયા છે.
