News Continuous Bureau | Mumbai
Mumbai: તમે અવારનવાર સાંભળ્યું હશે કે જોયું હશે કે ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામીને કારણે કેટલીકવાર રેલ સેવાઓ ( Rail services ) પ્રભાવિત થાય છે, જે ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ આવો કિસ્સો મુંબઈમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 88 લોકલ ટ્રેનો ( Local trains ) સહિત કુલ 147 ટ્રેનોની સેવાઓ રદ કરવી પડી હતી અને તેની પાછળનું કારણ હવામાન કે ટેકનિકલ ખામી નથી.
હકીકતમાં, શનિવારે સાંજે, મુંબઈના ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે મધ્ય અને હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ ( Suburban train services ) વિલંબિત થવા લાગી હતી, જેના કારણે મુસાફરો ( Passengers ) પરેશાન થઈ ગયા. આ પછી જ્યારે લોકોએ રેલવે સેવા પ્રભાવિત થવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો જે કારણ બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. એવું જાણવા મળ્યું હતું કે ઘણા કર્મચારીઓ ( Railway Staff ) તેમના સહકર્મીના અંતિમ સંસ્કારમાં ( funeral ) હાજરી આપવા માટે સ્મશાન ગયા હતા. જેના કારણે આ સેવાઓને અસર થઈ હતી.
સેવાઓમાં વિલંબ થયો હતો કારણ કે ઘણા મોટરમેન તેમના સહકર્મી મોટરમેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કલ્યાણ ગયા હતા…
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનાથી હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ આયોજનબદ્ધ વિરોધ હતો? કારણ કે ભૂતકાળમાં મોટરમેનોએ ( Motormen ) કામના વધુ પડતા દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંજના ભીડના સમયમાં સેવાઓમાં વિલંબને કારણે, મોટી સંખ્યામાં મુસાફરો CSMT અને અન્ય સ્ટેશનો પર અટવાયા હતા અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
Pathetic Service , No communication,
Horrible and Risky condition of Mumbai @Central_Railway Commuters . @drmmumbaicr is only concern about Long distance mails . @PMOIndia @RailMinIndia pic.twitter.com/kQuIfyWsfj— MumRailPravasiSangha (@MumRail) February 10, 2024
આ સમાચાર પણ વાંચો : Abhishek Ghosalkar: અભિષેક ઘોસાળકર હત્યા મેટરમાં નવો વળાંક, માત્ર બાળાત્કારનો ખોટો આરોપ નહીં પરંતુ અમેરીકન કોન્સોલેટમાં ફોન કરીને આ બિઝનેસ પણ કરાવ્યો હતો બંધ..
એક રિપોર્ટ મુજબ, સેવાઓમાં વિલંબ થયો હતો કારણ કે ઘણા મોટરમેન તેમના સહકર્મી મોટરમેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કલ્યાણ ગયા હતા, જે શુક્રવારે પાટા ઓળંગતી વખતે ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે મૃત્યુ પામ્યો હતો. મોટરમેનના અંતિમ સંસ્કાર બપોરે થવાના હતા પરંતુ તે સાંજે 5 વાગ્યા સુધી વિલંબિત થયા હતા. જેથી રાત્રે અંતિમ સંસ્કાર થતા તેમના સહકર્મી મોટરમેનો ત્યાં જ હોવાથી રેલવેના શેડ્યુલને અસર પડી હતી.
આ મામલે એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મોટરમેન અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા, જેના કારણે તેઓ ટ્રેન ચલાવવા માટે ઉપલબ્ધ નહોતા, જેના કારણે મુસાફરોને અવગડતા પડી હતી. અધિકારીના વધુમાં જણાવ્યા અનુસાર, 88 લોકલ ટ્રેન સેવાઓ સહિત લગભગ 147 ટ્રેનો રદ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે સેવાઓ ખોરવાઈ નથી પરંતુ વિલંબ થયો છે. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)