વર્ષ 2022ને અલવિદા કહેવા અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે મુંબઈ તૈયાર છે. મુંબઈમાં હાલમાં સર્વત્ર થર્ટીફર્સ્ટની ઉજવણીનો માહોલ છે. દરેક જગ્યાએ તેની તૈયારીઓ ચાલી રહી છે. ન્યુ યરની ઉજવણી પૂર્વે મુંબઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈ પોલીસે ( police personnel ) નવા વર્ષની ( New Year’s Eve ) પૂર્વ સંધ્યા માટે તૈયારી કરી લીધી છે. શહેરમાં પેટ્રોલિંગ વધારવાથી લઈને મુંબઈ પોલીસ તમામ મહત્વના સ્થળો ( Mumbai streets ) પર પોલીસકર્મીઓને તૈનાત કરી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરમાં નવા વર્ષ માટે 11,500થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે નવા વર્ષ નિમિત્તે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના અગ્રણી સ્થળોએ 11,500 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ બંદોબસ્તમાં 10,000 કોન્સ્ટેબલ, 1500 અધિકારી, 25 ડીસીપી, સાત એસીપીનો સમાવેશ રહેશે. ઉપરાંત 46 એસઆરપીએફની પલટન, ત્રણ હુલ્લડ નિયંત્રણ પોલીસ ટીમ, 15 ક્યુઆરટી પણ તહેનાત કરાશે.
આ સમાચાર પણ વાંચો: શું દેવેન્દ્ર ફડણવીસને જેલમાં નાખવા માગતા હતા ઉદ્ધવ ઠાકરે? મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું ચોંકાવનારું નિવેદન
મહત્વનું છે કે 31 ડિસેમ્બરે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ગિરગામ ચોપાટી, જુહુ બીચ, ઉપનગરીય બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ અને અન્ય અગ્રણી સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. ભારે ભીડને કારણે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ સીસીટીવી દ્વારા આવા સ્થળો પર પણ નજર રાખશે. આ સમય દરમિયાન વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અમલમાં રહેશે.