News Continuous Bureau | Mumbai
Krida Mahakumbh :મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની ( Mangal Prabhat Lodha ) પરિકલ્પના મુજબ યોજાઇ રહેલા ‘શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ( Shivaji Maharaj ) પરંપરાગત રમત મહાકુંભ’ની વિવિધ સ્પર્ધાઓ આગામી ૨૬ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, મુંબઈ શહેર અને ઉપનગરોમાં સ્વદેશી રમતોને ( Indigenous sports ) પ્રોત્સાહન આપવા માટે આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વર્લીના જબોરી મેદાનમાં થશે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે કુલ બે લાખ થી વધારે ખેલાડીઓએ ( players ) નામ નોંધાવ્યા છે. યુવાનો તરફથી મળેલા સ્વયંભૂ પ્રતિસાદના કારણે સમગ્ર મુંબઇમાં આ આયોજનની ચર્ચા થઇ રહી છે.
છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત ખેલ મહાકુંભમાં ( Khel Mahakumbha ) લગોરી, લેઝીમ, લંગડી, પંજાની લડાઈ, દોરડા કૂદ, ટગ ઓફ વોર, ફૂદરડી, મલ્લખામ્બ, કબડ્ડી, અખાડા કુસ્તી, પવનખીંડ દૌડ, ખો-ખો, ગિલ્લી દંડા, શરીર શ્રોષ્ઠવ, જેવી ૧૬ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે., આ સ્પર્ધાઓ વિવિધ વજન જૂથો અને વય જૂથોમાં યોજાશે. અખાડા કુસ્તી, પવનખીંડ દૌડ, બોડી બિલ્ડીંગ અને ઢોલતાશા આ ચાર રમતો અંતિમ તબક્કામાં એક જ સ્થળે યોજાશે.
કુલ ૨૭ કિલ્લાઓનું પ્રદર્શન અને રાયગઢથી શિવજ્યોતિનું આગમન
શિવ શૈલીની રમત સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના ૨૭ કિલ્લાઓનું પ્રદર્શન ગોઠવવામાં આવશે અને આ કિલ્લાઓ વિશેની માહિતી આ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવશે. આ સાથે ઉદઘાટન પ્રસંગે દંડપટ્ટા, લાઠીકાઠી જેવી શિવયુગની યુદ્ધકળાનું નિદર્શન પણ રજૂ કરવામાં આવશે. આ સ્પર્ધાનું આયોજન શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે થયુ હોવાથી સ્પર્ધાની પવિત્રતા જાળવવા માટે શિવજ્યોતિ રાયગઢથી મુંબઈ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Mamata Banerjee: મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં થયા ઘાયલ, જાણો કેવી છે CMની હાલત
મુંબઈ શહેર અને ઉપનગરોમાં મેદાન તૈયાર
આ ખેલ મહોત્સવ મુંબઈના ઉપનગરોમાં અંધેરી, બોરીવલી, કુર્લા, મુકુંડ અને મુંબઈ શહેરમાં બે સ્થળો એમ ચાર તાલુકાઓમાં આયોજિત કરવામાં આવશે. મલ્લખંબ, કબડ્ડી અને ખો-ખોની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ઉપનગરો અને શહેરમાં એક-એક જગ્યાએ યોજવામાં આવશે અને અંતિમ કક્ષાની મેચો એક જ જગ્યાએ યોજાશે. અન્ય ૯ રમતોની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ ૬ સ્થળોએ યોજાશે અને ફાઈનલ એક કેન્દ્રીય સ્થળે યોજાશે આમ કુલ ૨૦ મેદાનો/હોલ તૈયાર કરાયા છે. આમાંથી ૧૦ સ્થળે અંતિમ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મંત્રી લોઢાએ વ્યક્તિગત રીતે તૈયારીઓ સંભાળી છે અને કામગીરી પૂર્ણ કરી છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.