ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈમાં કોરોનાના કેસ ઝપાટાભેર વધી રહ્યા છે. તેથી કોરોનાનો ચેપની સાંકળી તોડવા માટે સીલ બિલ્ડિંગના નિયમમાં મુંબઈ મહાનગરપાલિકાએ સુધારો કર્યો છે. સોમવારે મોડી રાતે સુધારિત ગાઈડલાઈન બહાર પાડી હતી. તે મુજબ બિલ્ડિંગના 20 ટકા ફલેટના રહેવાસી કોરોના પોઝિટિવ આવ્યા તો બિલ્ડિંગને સીલ કરવામાં આવશે.
માર્ચ 2021માં પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ બે દર્દી હોય તો તે બિલ્ડિંગનો માળો સીલ કરવામાં આવે છે અને પાંચથી વધુ દર્દી હોય તો આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવતી હતી. જોકે હવે છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મુંબઈમાં સીલ કરવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા પણ 318 પર પહોંચી ગઈ છે. તો ચાર હજારથી વધુ માળા પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે નિયમમાં સુધારા કર્યા છે.
અસર ગ્રસ્ત દર્દી અને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હોમ આઈસોલેશનના નિયમ સખ્તાઈ પૂર્વક પાળવાના રહેશે. અસર ગ્રસ્ત દર્દીએ ઓછામાં ઓછા 10 દિવસ હોમ આઈસોલેટ થવાનું રહેશે. અતિ જોખમી ગ્રુપમાં રહેલા વ્યક્તિને સાત દિવસ માટે આઈસોલેટ કર્યા બાદ તેમ કોઈ લક્ષણો જણાયા તો પાંચમા અને સાતમાં દિવસે ટેસ્ટ કરવામા આવશે. હોમ ક્વોરન્ટાઈન દર્દીને બિલ્ડિંગના પદાધિકારીઓએ દવા, ભોજન સહિત આવશ્યક વસ્તુનો પુરવઠો કરવાનો રહેશે.
જો આવું થશે તો મુંબઈ શહેર માં લોકડાઉન પાકું. પાલિકા કમિશનરે આ શરત મુકી. ચેતીને રહેજો…
બિલ્ડિંગને સીલ મુકત્ કરવાનો નિર્ણય સંબંધિત વોર્ડ મારફત લેવામાં આવશે. તેમ જ અસર ગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનું હોય તો વોર્ડ વોર રૂમ મારફત મદદ મેળવી શકાશે.
