News Continuous Bureau | Mumbai
Mumbai: બોરીવલીમાંથી ( Borivali ) હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ( Mother ) પોતાની જ દીકરીનું ( Daughter ) દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલા માનસિક રીતે બીમાર હતી અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ, તેણે છેલ્લા ઘણા દિવસોથી દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. મિડીયા રિપોર્ટ અનુસાર, પોતાની 11 વર્ષની દીકરીની હત્યા ( Murder Case ) કર્યા પછી તેણે પોતાનું કાંડું કાપીને આત્મહત્યા ( Suicide ) કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ, પતિએ કસ્તુરબા પોલીસ સ્ટેશનને માહિતી આપતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં પોલીસે આરોપી મહિલાને જમીન પર પડેલી અને લોહીથી લથપથ પડેલી જોઈ હતી. તો, ગળામાં દુપટ્ટો બાંધેલો તેની દીકરીની લાશ બાજુમાં પડી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધી હતી. તેમજ 11 વર્ષીય કિશોરીની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
મહિલાની માનસિક બીમારીથી ( mental illness ) પિડીત હતી અને તેની સારવાર ચાલી રહી હતી…
તેમજ પોલીસને પ્રાથમિક તપાસમાં ખબર પડી હતી કે, મહિલાની માનસિક બીમારીથી પિડીત હતી અને તેની સારવાર ચાલી રહી હતી. તે છેલ્લા 10 વર્ષથી અંધેરી અને બરોડાની બે હોસ્પિટલોમાંથી દવાઓ લેતી હતી. પરંતુ, તેણે છેલ્લા ત્રણ દિવસથી દવા લેવાનું બંધ કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : Seema Haider: સીમા હૈદરના કેસમાં આવ્યો હવે નવો વળાંક, પાકિસ્તામાં રહેલા પહેલા પતિએ પોતાના બાળકોને પાછા લેવા શોધી કાઢ્યો આ રસ્તો..
પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર સાથે રાત્રિભોજન કર્યા બાદ આરોપી મહિલા તેની પુત્રી સાથે એક રૂમમાં દરવાજો બંધ કરીને બેઠા હતા. ત્રણ બેડરૂમના ફ્લેટના કિશોરીના પિતા લિવિંગ રૂમમાં બેઠા હતા. પુત્રીના પિતાની, બાજુમાં એક દુકાન હોવાથી થોડી વાર પછી કામથી તે દુકાનમાં ગયા હતા. ત્યાર પછી થોડા સમયે તેમણે તેમની પુત્રીની ચીસો સાંભળી હતી. તેથી પિતા તરત ઘરની અંદર જઈ અંદરથી બંધ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. પરંતુ થોડી જ વારમાં કિશોરીની ચીસો સંભળાતી બંધ થઈ ગઈ હતી. જે બાદ પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે જ્યારે અંદરથી બંધ દરવાજો તોડવો પડ્યો હતો. તો સામે આ ઘટના બની હતી. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને મહિલા અને તેના પતિનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. તેમજ આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આ મામલામાં વધુ તપાસ ચાલુ છે.