News Continuous Bureau | Mumbai
Gopal Shetty: સાંસદ શેટ્ટીએ પત્રમાં કહ્યું છે કે “મુંબઈ ( Mumbai ) શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી સોસાયટીમાં નવરાત્રિ ઉત્સવ ( Navratri festival ) ઉજવવાની મંજૂરી ( permission ) આપવી જોઈએ. મુંબઈ શહેરની એકંદર પરિસ્થિતિ મુજબ, લોકો પોતાના વ્યવસાય ધંધા પૂર્ણ કર્યા પછી રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં ઘરે પહોંચતા હોય છે. નવરાત્રિનો તહેવાર કાયદા મુજબ રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જવાને કારણે ઘણા લોકો આ તહેવારનો લાભ લઈ શકતા નથી. મુંબઈ શહેરમાં અને ખાસ કરીને ઉપનગરોમાં મોટી સોસાયટીઓના રહેવાસીઓ નવરાત્રીની ઉજવણી કરે છે. અને તે નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે મધરાત ૧૨ સુધી ઓછા ડેસિબલ અવાજમાં મંજૂરી આપવામાં આવે.”
સાં.ગોપાલ શેટ્ટીને અનેક સોસાયટીના રહેવાસીઓના સંગઠનો તરફથી પત્રો મળ્યા છે અને તેને પણ પોતાના નિવેદન સાથે જોડ્યા છે. વધુમાં, સાં.ગોપાલ શેટ્ટીએ મંત્રીદ્વયને લખેલા તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે,
“હું તમને સોસાયટી, રહેવાસી સંઘોના પ્રાંગણમાં નવરાત્રિ ઉત્સવને નિયમો અનુસાર ઓછા અવાજે ૧૨ વાગ્યા સુધી ઉજવવા માટે વિશેષ પરવાનગી આપવા વિનંતી કરું છું.

MP Gopal Shetty has written to Chief Minister Shri Eknath Shinde seeking permission to celebrate Navratri till late night in Mumbai
આ સમાચાર પણ વાંચો : Nitin Gadkari: જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું મોટું એલાન..જાણો શું છે આ મામલો. વાંચો વિગતે અહીં..
૧૦ વાગ્યા સુધી કોમર્શિયલ નવરાત્રી ઉત્સવ ( Commercial Navratri festival ) બંધ કરલરાવો તે વ્યવહારુ છે કારણ કે તેઓ ખૂબ જ ઊંચા અવાજે ઉજવણી કરતા હોય છે.
પરંતુ મને નથી લાગતું કે સોસાયટી વિસ્તારમાં ઓછા ડેસિબલ અવાજમાં ઉજવણી કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ.”
આ પત્ર દ્વારા માગણી કર્યાથી અનેક નાગરિકો અને ઈમારતમાં નાના પાયે નવરાત્ર ઉત્સવ ઉજવતા ખેલૈયાઓને મોદી રાત સુધી નવરાત્રી ઉજવવાની અનુમતીની આશા જાગી છે