ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી ને કોરોના થયો, ભાજપ કાર્યકર્તાઓ ટેન્શનમાં : મહારાષ્ટ્રના ખેલ મંત્રી સુનિલ કેદારે પણ ડેન્જર ઝોનમાં..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

09 માર્ચ 2021

ઉત્તર મુંબઈના લોકપ્રિય તેમજ સતત લોકોની વચ્ચે રહેનાર સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી કોરોનાના સપાટામાં આવ્યા છે. તેમને કોરોના થયો તેથી આખા ઉત્તર મુંબઈમાં ચિંતાનું વાતાવરણ છે. આનું પ્રમુખ કારણ એ છે કે ગોપાલ શેટ્ટી આખા કોરોના કાળ દરમ્યાન તેમજ છેલ્લા ઘણા સમયથી 'હાઇપર એક્ટિવ' રહ્યા હતા.

તેમની આ એક્ટિવિટી ને કારણે લોકોને તો ઘણો ફાયદો થયો પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓ એ વાતથી ડરી રહ્યા છે કે છેલ્લા અનેક દિવસથી તેઓ ગોપાલ શેટ્ટી ના સંપર્કમાં આવ્યા હતા.

નામ ન આપવાની શરતે ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તા એ ન્યુઝ કંટીન્યૂઝને જણાવ્યું કે ગોપાલ શેટ્ટી નો કાર્યક્રમ સતત વ્યસ્ત રહેતો હતો અને તેઓ લોકોથી ઘેરાયેલા રહેતા હતા જેને કારણે અનેક કાર્યકર્તાઓ હવે એ  તપાસી રહ્યા છે કે ક્યાંક તેઓ તો ગત સપ્તાહ દરમિયાન ગોપાલ શેટ્ટીના સીધા સંપર્ક માં નહોતાને ??? 

આ ઉપરાંત ગત દિવસો દરમિયાન મહારાષ્ટ્રના સ્પોર્ટ્સ મિનિસ્ટર સુનિલ કેદારે બોરીવલી આવ્યા હતા ત્યારે ગોપાલ શેટ્ટી તેમને મળ્યા હતા. તેના થોડા સમય પછી જ ગોપાલ શેટ્ટી હોસ્પિટલ ભેગા થયા. આથી મહારાષ્ટ્રના ખેલકૂદ પ્રધાન પણ હવે કોરોના ના ખતરામાં આવી ચૂક્યા છે.

ગોપાલ શેટ્ટી ને સૌપ્રથમ તાવ જેવું લાગતું હતું ત્યારબાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેઓ હોસ્પિટલ ભેગા થયા હતા.

આમ હાલ ઉત્તર મુંબઈમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ સાવચેતી વર્તી રહ્યા છે અને સાથે જ ગોપાલ શેટ્ટી ના સ્વસ્થ થવાની રાહ જોઇ રહ્યા છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!