News Continuous Bureau | Mumbai
દેશદ્રોહના ગુના હેઠળ જેલમાં રહેલા સાંસદ નવનીત રાણા(MP navneet rana) અને તેમના પતિ રવિ રાણા(Ravi rana) ને આખરે રાહત મળી છે. આજે કોર્ટે પતિ-પત્ની ના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જામીન આપલા પહેલા હવે પછી આવા પ્રકારનો કોઈ ગુનો કરશે નહીં એવી શરત રાખ્યા બાદ જામીન આપ્યા છે.
અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ હનુમાન ચાલીસા મુદ્દાને(Hanuman chalisa row) લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેના(Uddhav thackeray) બાંદ્રા માં આવેલા નિવાસસ્થાનની બહાર પાઠ કરવાની ધમકી આપી હતી. છેવટે 23 એપ્રિલ ના ખાર પોલીસે તેમની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા.
આ સમાચાર પણ વાંચો : રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.
શરૂઆતમાં મુંબઈની અદાલતે રવિવારે સાંસદ(MP) નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં(Judicial custody) મોકલી દીધા હતા. મહારાષ્ટ્રની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ધમકીઓ આપવા બદલ કથિત રીતે "વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા" બદલ 23 એપ્રિલે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.