જેલમાંથી જામીન પર છૂટીને આ સાંસદ સીધા હોસ્પિટલ ભેગા થયા.જાણો વિગતે.

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(MP Navneet Rana) 12 દિવસ બાદ જેલમાંથી આજે જામીન પર મુક્ત થયા છે. જોકે જેલમાંથી છૂટવાની સાથે જ તેમને સીધા હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે.

નવનીત રાણાને સ્પોન્ડીલેસિસના કારણે જેલમાંથી સીધા જ બાંદ્રા ની ખાનગી હોસ્પિટલમાં(Private hospital) દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણા(Ravi rana) ને પણ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા ને બુધવારે મુંબઈની વિશેષ અદાલતે(Special court) જામીન(Bail) આપ્યા હતા. સાંસદ નવનીત રાણાને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાં હતા ત્યારે તેમની સ્પોન્ડિલેસિસની તકલીફ વધી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

નવનીત રાણાએ સત્તાવાળાઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ જેલમાં હતા ત્યારે તેમને સ્પોન્ડિલોસિસથી(Spondylosis) પીડિત હોવાનું વારંવાર કહેવા છતાં તેમની અવગણના કરી હતી. દરમિયાન, તે હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. મેડિકલ રિપોર્ટ(Medical report) આવ્યા બાદ સ્પષ્ટ થશે કે તેમને રજા આપવી કે સારવાર ચાલુ રાખવી.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment