News Continuous Bureau | Mumbai
Piyush Goyal: દેશભરમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો એનડીએ ( NDA ) સરકારની તરફેણમાં આવેલ છે અને નવી સરકારની રચના અને કેબિનેટ મંત્રીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ દિલ્હી ખાતે હાલમાંજ યોજાયો. મુંબઈ ( Mumbai ) ખાતે ઉત્તર મુંબઈના સાંસદ શ્રી પીયૂષ જી ગોયલે આ કેબિનેટમાં વાણિજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલનો પ્રથમ જાહેર સંવાદ કાર્યક્રમ 11મી જૂનના રોજ ઉત્તર મુંબઈમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.
કાંદિવલી પશ્ચિમના રઘુલીલા મોલના ( Raghuleela Mall ) જાસ્મીન અને લોટસ બેન્ક્વેટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં મહાયુતિના તમામ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી ( Commerce Minister ) શ્રી પીયૂષ ગોયલના અભિનંદન પ્રવચનમાં, ગોપાલ શેટ્ટીએ ( Gopal Shetty ) ઉત્તર મુંબઈના કાર્યકરો અને પદાધિકારીઓની પ્રશંસા કરી અને જનતાનો આભાર માન્યો.
વિધાન પરિષદ જૂથના નેતા ધારાસભ્ય પ્રવીણ દરેકર, ધારાસભ્ય અતુલ ભાતખળકર, વિધાન પરિષદના સભ્ય ભાઈ ગિરકર, ધારાસભ્ય યોગેશ સાગર, ધારાસભ્ય મનીષા ચૌધરી, ધારાસભ્ય સુનિલ રાણેએ આ સંમેલનને સંબોધિત કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Gir Kesar: ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા….આવી રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકા
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે બૂથ કાર્યકરો નેતા છે અને તેમણે કહ્યું કે બૂથ કાર્યકરો ભવિષ્યમાં તેમના સંબંધિત બૂથનું નેતૃત્વ કરશે.
કેન્દ્રીય મંત્રીએ ( Union Minister ) આગામી સમયમાં ઉત્તર મુંબઈમાં વિકાસના કામો અંગે દિશા નિર્દેશો પણ આપ્યાં છે.
શ્રી પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈના છ વિધાનસભા અને મહાનગરપાલિકાના ( BMC ) તમામ વોર્ડની ચૂંટણી જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આ પ્રસંગે વિધાન પરિષદ સ્નાતક મતવિસ્તારના ઉમેદવાર શ્રી કિરણ શેલાર ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ગોયલે તેમના વક્તવ્યમાં તેમને જંગી મતોથી જીતાડવાની યોજના રજૂ કરી હતી. ઉત્તર મુંબઈમાં મહાયુતિના વિજયશ્રી અને શ્રી પિયુષ જી ગોયલનો જન્મદિવસ એવો દુગ્ધશર્કરા યોગ પ્રસંગે ઉત્તર મુંબઈ ભાજપ ( BJP ) જીલ્લા દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ અને ફૂલોની માળા અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું પ્રાસ્તાવિક વક્તવ્ય જિલ્લા પ્રમુખ ગણેશ ખણકરે અને સૂત્રસંચાલન મહામંત્રી નિખિલ વ્યાસે કર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed