ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
સરકારના મીની લોકડાઉનના દેશ ને કારણે વેપારીઓ ભારે નારાજ છે. વેપારીઓની માગણી છે કે સરકાર પોતાનો ગેરવ્યાજબી આદેશ પાછો લે. સરકારના આ લોકડાઉન ના આદેશ ની વિરુદ્ધમાં કાંદિવલીમાં તમામ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સરકારની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી તેમજ બેનર અને હોલ્ડિંગ લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારે હંગામો થતા કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર તેમને મળવા પહોંચી ગયા હતા. વેપારીઓનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમને કનડગત કરવામાં આવે છે. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ ના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર સહિત વેપારીઓનું સિસ્ટમ મંડળ આજે પોલીસ કમિશનરને મળશે. તેમજ પોલીસ દ્વારા થતી કનડગત સંદર્ભે તેમને માહિતગાર કરશે.
આમ વેપારીઓનો આક્રોશ હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે.


હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અને સચિવને હવે વિશેષ પોલીસ અધિકારી જેટલી સત્તા. ભાજપનો વિરોધ.

વેપારીઓના આક્રોશ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક


